ગુજરાતમાં RTE હેઠળ 621 એડમીશન રદ, ખોટા દસ્તાવેજ અને નામમાં ફેરફાર કરી લીધા હતા એડમીશન

TV9 GUJARATI

|

Updated on: May 25, 2023 | 12:09 PM

સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેટલાક વાલીઓએ બાળકના નામ અને સરનામા વગેરેમાં સામાન્ય ફેરફાર કરી ઓનલાઈન ફોર્મ ભરી ગેરરીતિ આચરી હતી અને તેમને પ્રવેશ પણ ફાળવી દેવાયો હતો.

ગુજરાતમાં RTE હેઠળ 621 એડમીશન રદ, ખોટા દસ્તાવેજ અને નામમાં ફેરફાર કરી લીધા હતા એડમીશન

Follow us on

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ બાળકોને પ્રવેશ અપાય છે, પરંતુ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં 10 જિલ્લામાં ખોટા ડોક્યુમેન્ટથી પ્રવેશ મેળવેલા કુલ 621 બાળકોનો પ્રવેશ વિવિધ જિલ્લામાં રદ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સંખ્યા રાજકોટ (Rajkot) જિલ્લામાં 161 બાળકોની છે.

આ પણ વાંચો-Ahmedabad : બાબા બાગેશ્વર આજે વટવામાં દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

કુલ 621 બાળકોનો પ્રવેશ રદ

સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેટલાક વાલીઓએ બાળકના નામ અને સરનામા વગેરેમાં સામાન્ય ફેરફાર કરી ઓનલાઈન ફોર્મ ભરી ગેરરીતિ આચરી હતી અને તેમને પ્રવેશ પણ ફાળવી દેવાયો હતો. ભરૂચ જિલ્લામાં 33, છોટા ઉદેપુરમાં 25, ગીર સોમનાથમાં 24, જામનગર શહેરમાં 159, ખેડામાં 92, રાજકોટમાં 161, સાબરકાંઠામાં 10, વલસાડમાં 14, સુરતમાં 33 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 70 મળી રાજ્યમાં કુલ 621 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.

પ્રથમ રાઉન્ડમાં 54,903 જેટલા બાળકોને પ્રવેશ અપાયો

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્‍ડમાં 54,903 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન ગત વર્ષે ધોરણ-1માં અભ્યાસ કર્યો હોવા છતા આ વર્ષે RTE હેઠળ વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવ્યાની બાબત જિલ્લા તથા રાજ્ય કક્ષાએ ધ્યાનમાં આવી હતી, જે RTEની જોગવાઈઓની વિરુદ્ધ છે. આવા પ્રવેશ ફાળવાયેલા બાળકોની SSA સંચાલિત ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિગતો મેળવી જિલ્લા કક્ષાએ પુનઃચકાસી તેમનો પ્રવેશ રદ કરવા રાજ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો-Surat : ધોરણ 10ના પરિણામ બાદ સ્કૂલોમાં ખુશીનો માહોલ, જોડિયા ભાઇઓએ સરખા ગુણ મેળવ્યા

વાલી દ્વારા RTE માટે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે અને પ્રવેશ ફાળવતા સમયે એડમિટ કાર્ડમાં વાલી પાસેથી બાહેંધરી લેવામાં આવે છે કે, મારૂ બાળક શૈક્ષણિક વર્ષ 2022-23માં ધો-1/ધો-2માં કોઇપણ શાળામાં અભ્યાસ કરતું નથી, જેની હું મારી જાણ મુજબ ખાતરી આપું છું. જો માહિતી ખોટી ઠરશે તો RTE હેઠળનો પ્રવેશ રદ થવા પાત્ર રહેશે. આ બાહેંધરી અનુસાર ગેરરીતીથી પ્રવેશ મેળવેલ બાળકનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati