AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના જાસપુરમાં 1000 કરોડના ખર્ચે બનશે મા ઉમિયાનું ભવ્ય મંદિર, જે વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે

આગામી 22મી નવેમ્બરના રોજ 1 હજાર કરોડના ખર્ચે મા ઉમિયાના મંદિરનું નિર્માણકાર્ય શરૂ થશે.

અમદાવાદના જાસપુરમાં 1000 કરોડના ખર્ચે બનશે મા ઉમિયાનું ભવ્ય મંદિર, જે વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે
504 feet tall Maa Umiya temple worth Rs.1000 Crore to be built in Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 5:08 PM
Share

AHMEDABAD : પાટીદારોના કુળદેવી એવા મા ઉમિયાનું અમદાવાદના જાસપુર ખાતે નવું મંદિર તૈયાર થશે.આગામી 22મી નવેમ્બરના રોજ 1 હજાર કરોડના ખર્ચે મા ઉમિયાના મંદિરનું નિર્માણકાર્ય શરૂ થશે. નિર્માણકાર્યની શરૂઆત સાથે જ મંદિર પરિસરમાં 10 હજાર દીવડા પ્રજવલિત કરાશે અને યજ્ઞમાં રૂપિયા 62 કરોડનું દાન આપનારા નદાસા પરિવારના દાતાઓ બેસશે…તો દેશ-વિદેશમાં ફેરવવામાં આવેલા 108 કળશનું પૂજન પણ કરાશે.

વિશ્વના સૌથી ઊંચા બનનારા મા ઉમિયાના આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો બે લાખ ચોરસ ફૂટ ભૂમિમાં મંદિરનું નિર્માણકાર્ય થશે. આ મંદિરની ડિઝાઈન જર્મન અને ઈન્ડિયન આર્કિટેક્ટે બનાવી છે. આ મંદિરમાં 52 ફૂટ ઉંચા સ્થાન પર માતાજી બિરાજમાન થશે, અને સાથે જ મહાદેવનું પારાનું શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવશે. વર્ષે એક દિવસે સૂર્યકિરણ મૂર્તિ પર પડે તેવી ગોઠવણ કરવામાં આવશે. મંદિરના શિખરને સુવર્ણથી જડવામાં આવશે.

મા ઉમિયાના આ ભવ્ય મંદિરમાં એકસાથે10 હજાર ભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં 270 ફૂટ ઉંચી વ્યૂઈંગ ગેલેરી બનાવવામાં આવશે, જેમાંથી અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે. આ મંદિર પરિસરમાં વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યૂઝિયમ બનશે. મંદિરમાં દિવ્યાંગ, અશક્ત, વૃદ્ધો માટે એસ્કેલેટરની સુવિધા ઉભી કરવામાં આવશે. આ મંદિરમાં દર પૂનમે અલગ પ્રકારની લાઈટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જાસપુરમાં અગામી તા. 13 ડિસેમ્બરે ઉમિયા માતાજીનો ધર્મોત્સવ યોજાશે, જેની તડામાર તૈયારીઓ શરૂ છે. ધર્મોત્સવ દરમિયાન ઉમિયાધામમાં 1500 કરોડના વિકાસકાર્યોનું લોન્ચિંગ કરવામાં આવશે. જેમાં આરોગ્ય, કેળવણી, આધુનિક સુવિધાને અનુરૂપ પ્રોજેક્ટ બનાવવામાં આવશે. ધર્મ સંકુલમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો માટે રહેવા, જમવાની સગવડ ઉભી કરવામાં આવશે. શિક્ષણ સંકુલમાં એક ભવ્ય હોસ્ટેલ બનાવવામાં આવશે. તો સાથે જ પાટીદાર સમાજના યુવક-યુવતીઓ માટે વર્કિંગ મેન, વુમન હોસ્ટેલ પણ બનવવામાં આવશે. ધર્મ સંકુલમાં આધુનિક પાર્ટી પ્લોટ, આરોગ્ય સંકુલ બનાવામાં આવશે. અને વર્તમાન UCDC સેન્ટરનું આધુનિકીકરણ કરવામાં આવશ.

આ પણ વાંચો : IND vs SCOT, T20 World Cup: વિરાટ કોહલીના જન્મદિવસની મજા બગાડવાનો સ્કોટલેન્ડનો પ્લાન, ત્રણેય લીગ મેચ હારીને પણ ભારત સામે હુંકાર

આ પણ વાંચો : T20 World Cup: મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં, આ દિગ્ગજે ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવાની માંગ કરી દીધી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">