નવતર પ્રયોગ : ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી આજે ચલાવશે સરકાર, અમદાવાદનો ‘રોહન રાવલ’ બનશે CM

|

Jul 21, 2022 | 9:55 AM

વિધાનસભામાં મુખ્યપ્રધાન તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં (Zydus School) ધોરણ 12માં અભ્યાસ કરતા રોહન રાવલની પસંદગી થઈ છે.

નવતર પ્રયોગ : ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી આજે ચલાવશે સરકાર, અમદાવાદનો રોહન રાવલ બનશે CM
Gujarat Assembly

Follow us on

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના (DR Nimaben Achrya) વડપણ હેઠળ વિધાનસભામાં (Gujarat Assembly) એક નવો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. આજે એક દિવસીય વિધાનસભાનું આયોજન કરાયું છે. જો કે આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે.પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવશે. વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય (MLA) અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓને લોકશાહીની (Democracy) પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

6 પ્રકારના ઇન્ટરવ્યૂ બાદ મુખ્યમંત્રી રોહનની પસંદગી

વિધાનસભામાં મુખ્યપ્રધાન તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં (Zydus School) ધોરણ 12માં અભ્યાસ કરતા રોહન રાવલની પસંદગી થઈ છે. 6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની (Rohan raval) પસંદગી કરવામાં આવી છે.તો વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે.આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે.એક દિવસીય વિધાનસભામાં વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, વિપક્ષનેતા, વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યે (Gujarat Assembly speaker) કહ્યું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે એક દિવસીય વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને તે મુખ્ય હેતુથી આ આયોજન કરાયું છે.મહત્વનું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા વિસ્તારમાં યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી 3500 જેટલી સ્કૂલનો (School)  સંપર્ક કરવામાં આવ્યો હતો

Published On - 8:02 am, Thu, 21 July 22

Next Article