ગરમી વધતા 108 ઇમરજન્સીમાં કોલ અને કેસમાં 10 થી 15 ટકાનો વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં ગરમી (Heat)છેલ્લા થોડા દિવસથી આકરા તાપે પડી રહી છે. તેમજ હાલમાં ગરમી (Heat) તેના પિક અવર્સમાં છે. આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં યલો જ્યારે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગરમી વધતા 108 ઇમરજન્સીમાં કોલ અને કેસમાં 10 થી 15 ટકાનો વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા
Sola civil Hospital (File Image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 13, 2022 | 2:03 PM

રાજ્યમાં ચાલુ સીઝનની સૌથી વધુ ગરમી (Heat) નોંધાઈ છે. ત્યારે તેની સામે ગરમીને લગતા ઇમરજન્સી કેસમાં (Emergency case) પણ વધારો નોંધાયો છે. ગુજરાત (Gujarat) અને અમદાવાદમાં (Ahmedabad)10 થી 15 ટકા કેસમાં વધારો નોધાયો છે. મેં મહિનામાં કેસમાં 20 ટકા વધારો થવાની શકયતા 108 એ વ્યક્ત કરી છે. સૌથી વધુ ઝાડા-ઉલટી અને માથા દુખાવાના કેસ વધ્યા છે. ત્યારે 108 સેવા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. દર્દીને ઝડપી સુવિધા મળે તે માટે 108 કર્મચારીઓને જરૂરી તાલીમ અને સૂચના અપાઈ છે.

રાજ્યમાં ગરમી છેલ્લા થોડા દિવસથી આકરા તાપે પડી રહી છે. તેમજ હાલમાં ગરમી તેના પિક અવર્સમાં છે. આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં યલો જ્યારે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગરમી વધતા ઇમરજન્સી કેસમાં પણ વધારો નોંધાયો છે. 108 ઇમરજન્સી સેવામાં સતત કોલ વધી રહ્યા છે. જેમાં રાજ્યમાં અને અમદાવાદમા માર્ચ અને એપ્રિલની સરખામણીએ 10 થી 15 ટકા વધારો નોંધાયો. તો ચાલુ મહિને 20 ટકા વધુ કેસ આવવાની શક્યતા પણ 108 ઇમરજન્સી દ્વારા વ્યક્ત કરી તેની સામે સેવા આપવા પુરી તૈયારી કર્યાનું પણ 108ના ટ્રેનિંગ હેડે જણાવ્યું.

ક્યા શહેરમાં મહિના પ્રમાણે કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદમાં માર્ચમાં 4476, એપ્રિલમાં 4508 અને મેમાં હાલ સુધી 1834 કેસ નોંધાયા. સુરતમાં માર્ચમાં 1812, એપ્રિલમાં 1842 અને મેમાં હાલ સુધી 763 કેસ નોંધાયા. રાજકોટમાં માર્ચમાં 845, એપ્રિલમાં 848 અને મેમાં હાલ સુધી 307 કેસ નોંધાયા. વડોદરામાં માર્ચમાં 915, એપ્રિલમાં 848 અને મેમાં હાલ સુધી 350 કેસ, ભાવનગરમાં માર્ચમાં 623, એપ્રિલમાં 594 અને મેમાં હાલ સુધી 251 કેસ, કચ્છમાં માર્ચમાં 518, એપ્રિલમાં 557 અને મેમાં હાલ સુધી 238, દાહોદ  માર્ચમાં 605, એપ્રિલમાં 754 અને મેમાં હાલ સુધી 262 કેસ, ગાંધીનગરમાં માર્ચમાં 468, એપ્રિલમાં 534 અને મેમાં હાલ સુધી 203 કેસ, વલસાડમાં માર્ચમાં 651, એપ્રિલમાં 674 અને મેમાં હાલ સુધી 268 કેસ, જુનાગઢમાં માર્ચમાં 510, એપ્રિલમાં 491 અને મેમાં હાલ સુધી 196 કેસ નોંધાયા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ગુજરાતના બાકી શહેરોમાં 150 કરતાં વધુ કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયાનું સામે આવ્યું છે. આ કેસ વધવા પાછળ વધતી ગરમી જવાબદાર છે. તો હીટસ્ટ્રોકને કેવી રીતે ઓળખી તેનાથી બચવા શુ કરવુ તેની પણ 108 ઇમરજન્સીના ટ્રેનીંગ હેડે જણાવ્યું અને તેમાં તેઓએ હીટ સ્ટ્રોકને કઈ રીતે ઓળખવો અને તેનાથી બચવા શુ કરવું તે પણ જણાવ્યું. જે નીચે મુજબ છે.

કઈ રીતે ઓળખો હીટસ્ટ્રોકને ઓળખવો

માથું દુખવું ઝાડા કે ઉલટી થવા ચક્કર આવવા થાક લાગવો તાવ આવવો

હીટસ્ટ્રોકથી બચવાના ઉપાય

મોઢું અને શરીર ઢંકાય તે રીતે બહાર નીકળવું કામ વગર બહાર ન નીકળવું ખાસ બપોરે 12 થી 5 સુધી બહાર ન નીકળવું બહાર નીકળો તો ઠંડા પીણા સાથે રાખવા કે સેવન કરવું લીંબુ શરબત પીવુ સીધો તાપ શરીર પર ન પડે તે જોવું શરીર પર સીધો તાપ પડે અને શરીરમાં બેચેની લાગે તો થોડી વાર છાયડામાં ઉભા રહેવું કે આરામ કરવો વડીલો, બીમાર વ્યક્તિ કે બાળકોએ બહાર ન નીકળવું અબોલ પશુ પક્ષીઓ માટે પણ જરૂરી સુવિધા ઉભી થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.

ગુજરાતમાં ગરમીને લગતા કેસના આંકડા

પેટના દુખાવાના માર્ચમાં 6064 કેસ, એપ્રિલમાં 6276 કેસ, મે માં હાલ સુધી 2531 કેસ નોંધાયા છે. તો હીટ સ્ટ્રોકના માર્ચમાં 10, એપ્રિલમાં 49, મેમાં હાલ સુધીમાં 18 કેસ નોંધાયા છે. હાઈ ફિવરના માર્ચમાં 2046, એપ્રિલમાં 2364, મેમાં હાલ સુધી 1076 કેસ નોંધાયા છે. માથાના દુખાવાની વાત કરીએ તો માર્ચમાં 302, એપ્રિલમાં 274, મેમાં હાલ સુધી 115 કેસ નોંધાયા છે. ચક્કર આવવાના અને બેભાન થવાની વાત કરીએ તો માર્ચમાં 4988, એપ્રિલમાં 4858, મેમાં હાલ સુધી 1948 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં ગરમીને લગતા કેસના આંકડાની વાત કરીએ તો માર્ચમાં પેટના દુખાવાના 1678 કેસ, એપ્રિલમાં 1677, મેમાં હાલ સુધી 680 કેસ નોંધાયા છે. પેટના દુખાવો, ઉલ્ટી અને ઝાડાના માર્ચમાં 1016, એપ્રિલમાં 1085, મેમાં હાલ સુધી 388 કેસ નોંધાયા. હીટ સ્ટ્રોકના માર્ચમાં 1, એપ્રિલમાં 3, મેમાં હાલ સુધી 3 કેસ નોંધાયા. હાઈ ફીવરની વાત કરીએ માર્ચમાં 399, એપ્રિલમાં 448, મેમાં હાલ સુધી 237 કેસ નોંધાયા. માથાના દુખાવાની વાત કરીએ તો એપ્રિલમાં 76, મેમાં હાલ સુધી 26 કેસ નોંધાયા. ચક્કર આવવાના અને બેભાન થવાના માર્ચમાં 1196 , એપ્રિલમાં 1219, મેમાં હાલ સુધી 500 કેસ નોંધાયા. ત્રણ મહિનામાં 2915 દિવસ દરમિયાન 150થી વધુ કોલ નોંધાઈ રહ્યા છે. માર્ચની સરખામણીએ મેમાં હાલ સુધી 15 ટકા વધુ કેસ નોંધાયા છે. એપ્રિલની સરખામણીએ મેમાં હાલ સુધી 10 ટકા વધુ કેસ નોંધાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">