Ahmedabad: સિવિલ હોસ્પિટલની અવિસ્મરણીય સિધ્ધી, એક જ દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન

દેશની કોઇપણ સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન થયા હોય તેવી અમદાવાદ સિવિલ એકમાત્ર હોસ્પિટલ, આરોગ્યમંત્રી એ વીડિયો સંદેશના માધ્યમથી SOTTO અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમને અભિનંદન આપ્યા,

Ahmedabad: સિવિલ હોસ્પિટલની અવિસ્મરણીય સિધ્ધી, એક જ દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન
સિવિલ હોસ્પિટલની અવિસ્મરણીય સિધ્ધી, એક જ દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:40 PM

અમદાવાદ (Ahmedabad)  સિવિલ હોસ્પિટલમાં ચોવીસ કલાક એટલે કે એક જ દિવસમાં રેકર્ડ બ્રેક ત્રણ અંગદાન થયા છે.દેશની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) એકમાત્ર હોસ્પિટલ બની છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન (organ donation) માં મળેલી 6 કિડની અને 3 લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.

બ્રેઇનડેડ ભાવીનભાઇ પરમાર, ભાવનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન પારેખના અંગદાનની સુવાસ સમગ્ર ગુજરાતમાં ફેલાઇ છે. આ ત્રણેય અંગદાતાઓના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે.

ચોવીક કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતી વધી છે. લોકોએ પોતે જ અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની જવાબદારી પોતાના શીરે સ્વીકારી લીધી છે. ચોવીસ કલાકમાં થયેલ ત્રણ અંગદાનની વિગત જોઇએ તો 19 વર્ષના મહેમદાવાદના રહેવાસી ભાવીનભાઇ પરમાર બ્રેઇનડેડ થતા તેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

65 વર્ષના જ્યોત્સનાબેન પારેખ કે જેઓ ગાંધીનગરમાં રહે છે.શારિરીક અસ્વસ્થતા ના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. તેમના અંગોના રીટ્રાઇવલમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું.

વિરમગામમાં રહેતા 40 વર્ષના ભાવનાબેન ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા.તેઓ પણ બ્રેઇનડેડ થતા તેમના બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલમાં 14 મહિનામાં 39 બ્રેઇનડેડ અંગદાતાઓના કરેલા અંગદાન થી 119 અંગો મળ્યા. જેમાં 33 લીવર, 59 કિડની, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 4 જોડ હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ તમામ અંગોએ 103 જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથર્યો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રની અવિસ્મરમીય સિધ્ધી બદલ વીડિયો સંદેશના માધ્યમથી રાજ્યના SOTTO (State Organ And Tissue Trnasplant Organisation) ના કન્વીનર ડૉ. પ્રાજંલ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપદેશમુખ જીના અથાગ પરિશ્રમ અને કામગીરીને બિરદાવી હતી.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ આ અદ્વિતીય સિધ્ધિને અત્યાર સુધીના 39 અંગદાતાઓ અને તેમના પરિવારજનોને સમર્પિત કરી હતી. લોકજાગૃતિના પરિણામે જ આજે અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતુ.

આ પણ વાંચોઃ Surat : ન. પ્રા. શિક્ષણ સમિતિની સામાન્ય સભા પૂર્ણ, કોર્પોરેટરોની જેમ હવે સમિતિના સભ્યોને પણ 12 લાખના ખર્ચે લેપટોપની લ્હાણી

આ પણ વાંચોઃ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહઃ ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતે નામના મેળવી છેઃ રાજ્યપાલ

g clip-path="url(#clip0_868_265)">