AHMEDABAD : સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત શહેરમાં અનેક સ્થળે AMC દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
Swachh Bharat Mission 2.0 : સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત AMC દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ છે. જેમાં શહેરને સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો પ્રયાસ સાથે નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે AMC એ આ પ્રયાસ હાથ ધર્યો છે

AHMEDABAD : અમદાવાદ શહેર સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. જેની સાથે શહેરનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવે તે માટે AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેલાય વર્ષોથી મહેનત કરી રહ્યું છે. ત્યારે ફરી એક વાર AMC એ તેનો પ્રયાસ તેજ કર્યો છે. જેમાં સ્વચ્છ ભારત મિશન 2.0 (Swachh Bharat Mission 2.0) અંતર્ગત શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સોલિડ વેસ્ટ વિભાગે સફાઈ અભિયાન હાથ ધર્યું છે.
સર્વત્ર સ્વચ્છતા દિવસ તરીકે SBM 2.0 અન્વયે AMC નાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્થાપિત જુદા – જુદા મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ ઝુંબેશ હાથ ધરી. તો સાથે જ Covid-19 મહામારીમાં આધારભૂત સ્તંભ સાબિત થયેલ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 5 જનરલ હોસ્પિટલો અને 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યુ.
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા AMTS અને BRTS બસ સ્ટેન્ડોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. તો શહેરમાં આવેલાં તળાવોના પરિસરમાં પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. જેથી શહેરમાં તમામ સ્થળને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય.તો amc ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે ફરી એકવાર નાગરિકોની સુવિધા માટે બનાવેલા જાહેર શૌચાલયો કે જેની સૌથી વધુ ખરાબ હાલત હોય છે તેવા તમામ શૌચાલય પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યુ.
મહત્વનું છે કે સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત AMC દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ છે. જેમાં શહેરને સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો પ્રયાસ સાથે નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે AMC એ આ પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી શહેરમાં આવેલ મ્યુનિસિપલ બગીચાઓ સહિત જાહેર સ્થળ પર મોટાપાયા પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ સફાઈ અભિયાન અંતર્ગત થોડા દિવસ પહેલા 55 જેટલા બ્રિજ અને 76 બસ ટર્મિનલમાં સફાઈ કરાઈ હતી અને સાથે 7 ઝોનમાં 48 વોર્ડમાં 237 બગીચાઓને પણ સ્વચ્છ કરવામાં આવ્યા હતા.
1 જુલાઈ થી શરૂ કરાયેલ અભિયાનમાં વિવિધ સ્થળ પર સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. તો સાથે જ નાગરિકો અને કર્મચારીઓને સફાઈ મામલે શપથ પણ લેવડાવવામાં આવી. લોકોને AMC દ્વારા અપીલ કરાઈ કે તેઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાય અને શહેરને સ્વચ્છ બનાવવામાં ભાગીદાર બની શહેરને સ્વચ્છ બનાવે. જેથી રોગચાળો પણ ડામી શકાય અને સ્વચ્છ ભારત મિશનમાં અમદાવાદ શહેરને સ્વચ્છતામાં પ્રથમ નંબર પણ અપાવી શકાય.
જોકે આ તમામ પ્રક્રિયામાં શહેરમાં કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં યોગ્ય સફાઈ નથી થઈ રહી તેમજ ગંદકી છે. જે સ્થળો પર પણ AMC એ વધુ ધ્યાન આપવાની જરૂર હોય તે લાગી રહ્યું છે અને તો જ AMC નો પ્રયાસ સફળ બનશે અને શહેરને ખરેખર સ્વચ્છ બનાવી શકાશે.