AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : ચંદ્રનગર BRTS કોરિડોરમાં BRTS બસ- ટુ વ્હીલર વચ્ચે અકસ્માત, 3 યુવાનો ઈજાગ્રસ્ત

અમદાવાદના ચંદ્રનગર BRTS કોરિડોરમાં BRTS બસમાં ટુ-વ્હીલર ઘુસી જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર 3 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અમદાવાદ : ચંદ્રનગર BRTS કોરિડોરમાં BRTS બસ- ટુ વ્હીલર વચ્ચે અકસ્માત, 3 યુવાનો ઈજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 9:20 AM
Share

રાજ્યમાં સતત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તેવી જ અકસ્માતની ઘટના અમદાવાદના ચંદ્રનગરમાં બની છે. અમદાવાદના ચંદ્રનગર BRTS કોરિડોરમાં BRTS બસમાં ટુ-વ્હીલર ઘુસી જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર 3 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વપૂર્ણ છે કે BRTS કોરિડોરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વાહન ચાલકો બેજવાબદાર રીતે BRTS રૂટમાં વાહન ચલાવે છે અને અકસ્માતને નોતરે છે.

આ પણ વાંચો : Railway News: મુસાફરોની સુવિધાને જોતા અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

રાજ્યમાં બનેલી અન્ય અકસ્માતની ઘટના

ગઈ કાલે વલસાડના પારડીમાં 108 એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત નિપજ્યું હતું. ટુકવાડાથી ઇજાગ્રસ્તને લઈ 108 એમ્બ્યુલન્સ સાયરન વગાડીને જતી હતી. એવામાં અચાનક 108 સામે ફોન પર વાત કરતો બાઈકચાલક આવી ચડ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સની સાથે અથડાઈને દુર ફંગોળાયો હતો. 108એ બાઈકચાલકને પણ સાથે લઈને હોસ્પિટલ પહોંચી હતી. બંને દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

આ અગાઉ સુરતના સરથાણા વિસ્તારમાં પણ જીવ બચાવતી એમ્બ્યુલન્સની અડફેટે એકનું મોત નિપજ્યું હતું. BRTS રૂટમાં પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સે રાહદારીને ટક્કર મારતા મોતને ભેટ્યો હતો. આમ જીવ બચાવતી એમ્બ્યુલન્સે ગંભીર અકસ્માત સર્જ્યા હતો. જોકે આ બંને ઘટનામાં એમ્બ્યુલન્સ દર્દીને બચાવવા માટે પુરપાટ ઝડપે જતી હતી. પરંતુ એક જીંદગી બચાવવા જતા એમ્બ્યુલન્સે અન્ય એકની જીંદગીનો ભોગ લીધો હતો.

ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">