Ahmedabad : આજે 25મી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે, એક તરફ ઉજવણી તો બીજી તરફ 48 ટકા ખાલી જગ્યાઓ

|

Sep 25, 2021 | 2:16 PM

નોંધનીય છેકે એક તરફ આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્યમાં ફાર્માસિસ્ટની 48 ટકા જગ્યાઓ ખાલી છે. ફાર્માસીસ્ટ તરીકેની ફરજ બજાવતા મોટા ભાગના વિભાગોમાં જગ્યાઓ ખાલી છે. તબિબિ શિક્ષણની 85 ટકા, આરોગ્ય વિભાગની 37 ટકા, તબીબી સેવાઓની 43 ટકા જગ્યાઓ ખાલી છે.

Ahmedabad : આજે 25મી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે, એક તરફ ઉજવણી તો બીજી તરફ 48 ટકા ખાલી જગ્યાઓ
Ahmedabad: Today is September 25, World Pharmacist Day, a celebration on the one hand and 48 per cent vacancies on the other.

Follow us on

25 મી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણીની જોરશોરથી શરૂઆત કરાઇ હતી. આ દિવસ નિમિત્તે સોલા સિવિલના ફાર્માસિસ્ટોએ કેક કાપી ઉજવણી કરી અને લોકોમાં બિમારી અંગે જાગૃતતા ફેલાવવા માટે દર્દીઓનુ કાઉન્સિલીંગ કરી તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં દર્દીઓને મેલેરિયાથી બચવા શું-શું કાળજી રાખવી , જંક ફુડ લેવાથી થતી બિમારીઓ, ઘર અને શરીરની સ્વચ્છતા કેમ રાખવી અને બિમારી ઘરમાં ન પ્રવેશે તે માટે કાળજી રાખવા એવેરનેસ ફેલાવવા લોકોને જાગૃત કર્યા.

કોરોના કાળ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ ખડેપગે દર્દીઓ પાસે ઉભા રહ્યા તેમને નિયમિત દવા પૂરી પાડી. કસરતો , વ્યાયામ , પ્રાણાયામ , યોગ કરવાની સલાહ આપી કોરોનાથી ગભરાયા સિવાય દર્દીઓને પડખે ભગવાન બનીને ઊભા રહ્યા. સોલા સિવિલમાં કોઈપણ દવાઓની ઈજેકશનોની, સિરપ કે , ઈસ્યુમેન્ટની ઊણપ ન વર્તાય તેનું ધ્યાન રાખી કોરોનાને હંફાવવા સમાજ અને લોકો માટે જાગૃત રહ્યા.

એ સમયે ઈન્ફેકશન માટેની કતારો જોઈ ફાર્માસિસ્ટોનું હૃદય દ્રવી ઊઠેલુ તેમનો આત્મા રડતો હતો. પણ હિંમત હાર્યા સિવાય જરૂરી દર્દીઓને ઈજેકશન સપ્લાય પૂરો પાડ્યો અને ખરેખર કોરોના વોરિયર્સ તરીકે સમાજમાં ઊભરી આવ્યા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખરેખર ફાર્માસિસ્ટનો રોલ હોસ્પિટલ , દવાખાના , આરોગ્ય સેન્ટર , અર્બન સેન્ટર ખાતે ખૂબ જ અગત્યનો હોય છે . ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના પ્રમુખ વિસ્મિત શાહ અને મહામંત્રી ચિરાગ સોલંકી , એડીશનલ ડાયરેક્ટર તબીબી સેવાઓ , આરોગ્ય અને તબીબી શિક્ષણ ત્રણેય પાંખના વડાઓએ ફાર્માસિસ્ટને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપતા પરિપત્ર કર્યા તે બદલ તેમનો ખૂબ આભાર માની કોરોના વોરિયર્સ તરીકે ગણ્યા એ માટે સન્માન મહેસૂસ કરે છે .

ફાર્માસિસ્ટ વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી, બેરોજગારોની ભરતી બાબતે નિરસતા

નોંધનીય છેકે એક તરફ આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્યમાં ફાર્માસિસ્ટની 48 ટકા જગ્યાઓ ખાલી છે. ફાર્માસીસ્ટ તરીકેની ફરજ બજાવતા મોટા ભાગના વિભાગોમાં જગ્યાઓ ખાલી છે. તબિબિ શિક્ષણની 85 ટકા, આરોગ્ય વિભાગની 37 ટકા, તબીબી સેવાઓની 43 ટકા જગ્યાઓ ખાલી છે. ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે. પરંતુ, ફાર્માસિસ્ટ બેરોજગારોની ભરતી બાબતે નિરસતા જોવા મળી રહી છે.

ફાર્માસિસ્ટની ખાલી જગ્યાઓ પર એક નજર

આરોગ્ય વિભાગ

સંવર્ગ          કુલ જગ્યા    ભરેલી   ખાલી

જુનિ.ફાર્મા.    441          278      163

તબીબી સેવાઓ

સંવર્ગ          કુલ જગ્યા     ભરેલી     ખાલી
ચીફ ફાર્મા        24           03          21
સીની.ફાર્મા.     91           17           74
જુનિ. ફાર્મા.     415         239        176

તબીબી શિક્ષણ

સંવર્ગ           કુલ જગ્યા         ભરેલી   ખાલી
ચીફ ફાર્મા.      7                    0            7
સીની.ફાર્મા.    23                 18          5
જુનિ. ફાર્મા.    –                    23        –

 

 

આ પણ વાંચો : Girsomnath : ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઇયળનો ઉપદ્રવ, ખેડૂતોની ઉંઘ હરામ થઇ

Published On - 1:30 pm, Sat, 25 September 21

Next Article