Ahmedabad: ઇન્ટનેશનલ એરપોર્ટ ટર્મિનલ-2માં ’ધ લોન્જ’ ખુલ્લી મુકાઇ, મુસાફરોની મુલાકાત બનશે યાદગાર

આ લોન્જની ખાસીયત એ છે કે અહીં વિવિધ દેશોના ભોજન, વાઇ-ફાઇની સુવિધા,આરામદાયક બેઠક વ્યવસ્થા, ફ્લાઇટની સ્થિતિના સમયસર અપડેટ્સ દર્શાવતી ફ્લાઇટ ઇન્ફર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ બોર્ડ સહિતની શ્રેષ્ઠ સવલતો ચોવીસ કલાક ઉપલબ્ધ કરાવાઈ છે.

Ahmedabad: ઇન્ટનેશનલ એરપોર્ટ  ટર્મિનલ-2માં ’ધ લોન્જ’ ખુલ્લી મુકાઇ, મુસાફરોની મુલાકાત બનશે યાદગાર
The Lounge Opens at Airport
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:23 AM

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટનેશન એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર પ્રવાસીઓ (Tourists)ને આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવાના હેતુથી વધુ એક નજરાણું આપવામાં આવ્યુ છે. ઇન્ટનેશન એરપોર્ટ પર ટર્મિનલ-રમાં ’ધ લોન્જ’ (The Lounge)ની સુવિધા ખુલ્લી મુકવામાં આવી છે.

અમદાવાદના એરપોર્ટના સંચાલકો દ્વારા આ જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે હાઇટ, લાઇટ અને સ્પેસની અનુભૂતિ કરાવતી ‘ધ લોન્જ’ની છટાદાર ઇન્ટીરીઅર ડિઝાઇન પ્રવાસીઓને ટર્મિનલના નયનરમ્ય વાતાવરણની ખાતરી કરાવશે. આ સ્થળ મુસાફરોની અહીંની મુલાકાતને યાદગાર બનાવશે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2ના સિક્યુરિટી હોલ્ડ વિસ્તારમાં પહેલા માળે આવેલા આ લોન્જની મુલાકાત પ્રવાસીઓને અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવશે. આ લોન્જની મુલાકાત તમામ એરલાઇન્સના પ્રથમ અને બિઝનેસ ક્લાસની શ્રેણીના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ખાસ બની રહેશે. એક સાથે એક સમયે 60 મહેમાનોને સમાવવાની ક્ષમતા ધરાવતી આ લોન્જ પ્રથમ અને બિઝનેસ ક્લાસના પ્રવાસી ઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ લોન્જની ખાસીયત એ છે કે અહીં વિવિધ દેશોના ભોજન, વાઇ-ફાઇની સુવિધા,આરામદાયક બેઠક વ્યવસ્થા, ફ્લાઇટની સ્થિતિના સમયસર અપડેટ્સ દર્શાવતી ફ્લાઇટ ઇન્ફર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ બોર્ડ સહિતની શ્રેષ્ઠ સવલતો ચોવીસ કલાક ઉપલબ્ધ કરાવાઈ છે.

આ લોન્જમાં વૈભવી સગવડોનો અહેસાસ કરાવતી બાબતો ઉપર સતત લક્ષ્ય આપવા સાથે, મુલાકાતી પ્રવાસીઓને વ્યક્તિગત સેવાનો સાક્ષાત્કાર કરાવશે. જે તમામ મુસાફરો માટે યાદગાર મનભાવન સફર બનાવશે.

મહત્વનું છે કે અમદાવાદના સરદાર વલ્લભભાઇને ખાસ બનાવવાના પ્રયાસ સતત થતા રહે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે તેમજ તેમના પ્રવાસને યાદગાર બનાવવા માટે એરપોર્ટ પણ નવી નવી સુવિધા અને વ્યવસ્થાઓ સતત ઊભી કરવામાં આવે છે.

જ્યારથી એરપોર્ટ ઓથોરિટી બદલાઈ છે. ત્યારથી એરપોર્ટને નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે. જેમાં હાલ સુધી રીક્ષા, ટેક્સી સ્ટેન્ડ, કાફે જેવી સુવિધા ઉભી કરાઈ છે. સિક્યોરિટી વધારવામાં આવી, સર્વેલન્સ વધારાયું, ટોલ બુથ દૂર કરાયું, તો વહેલા આવતા મુસાફરો માટે સ્લીપિંગ પોડ જેવી અદ્યતન આરામદાયક સુવિધા પણ ટર્મિનલ 1 પર ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં બનેલ ટર્મિનલ 2 ની લોન્જ એ વધુ એક મુસાફરોની સુવિધાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-

Beach Soccer : સુરત- દેવભૂમિ દ્વારકા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન બીચ સૉકર ટુર્નામેન્ટ યોજવા આતુર

આ પણ વાંચો-

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની સીધી ખરીદી કરશે,લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા

g clip-path="url(#clip0_868_265)">