Ahmedabad : ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે

|

Sep 01, 2021 | 1:04 PM

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં અને જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે કોર્પોરેશન દ્વારા મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે.

Ahmedabad : ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે
Ahmedabad: The corporation will announce a parking policy to solve the traffic and parking problem (file)

Follow us on

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા વાહનોને કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાય છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં અને જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે કોર્પોરેશન દ્વારા મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે.

ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીમાં જનતાના વાંધા અને સૂચનો મંગાવવા માટે 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીમાં આવેલ વાંધા અને સૂચનો મુજબ પોલિસીમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા છે. સુધારા સાથેની પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવતીકાલે મંજૂરી આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્કિંગ પોલિસીને મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ શહેરમાં પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે.

પાર્કિંગ પોલિસીમાં શહેરમાં વાહનોની સરળતાથી અવરજવર થઈ શકે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફિકની સરળતા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રાફિક ઉપરાંત પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન પર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમો અને પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રસ્તા પર અને કોમર્શિયલ કોમ્પલેક્ષની બહાર ગમે ત્યાં પાર્કિંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પાર્કિંગની સમસ્યા નિવારવા અને વાહનચાલકો સરળતાથી પોતાના વાહનો પાર્કિંગ કરી શકે તે માટે સમગ્ર શહેરમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા આ પોલીસે હેઠળ ઉભી કરવામાં આવશે. ગીચ વિસ્તારોમાં મલ્ટી લેવલ પાર્કિંગ ઉભા કરવામાં આવશે. સિંધુ ભવન રોડ અને પ્રહલાદનગર ચાર રસ્તા પાસે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રાફિકની સરળતા માટે 7 નવા બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

 

આ પણ વાંચો : Gujarat : આવતીકાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, કોરોના ગાઇડલાઇનનું શાળાઓએ કરવું પડશે ચુસ્ત પાલન

આ પણ વાંચો : ગુજરાતના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Next Article