Ahmedabad : તમિલનાડુના બંટી બબલીએ કરી કરોડો રૂપિયાની ઠગાઇ, કાપડના વેપારીઓનો વિશ્વાસ કેળવી ચુનો લગાવ્યો

|

Apr 20, 2022 | 10:19 PM

અમદાવાદના(Ahmedabad) ન્યુ ક્લોથ માર્કેટ કાપડ મહાજનમાં થયેલી ઠગાઇ ફરિયાદ માટે સ્પેશિયલ SIT ટિમ દ્વારા તપાસ કરવામાં આવે છે.પ્રાથમિક તપાસમાં બંટી બબલીએ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કરોડો રૂપિયાનું ચિટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે પરંતુ SIT ટિમ દ્વારા ઠગ બંટી બબલી પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.

Ahmedabad : તમિલનાડુના બંટી બબલીએ કરી કરોડો રૂપિયાની ઠગાઇ, કાપડના વેપારીઓનો વિશ્વાસ કેળવી ચુનો લગાવ્યો
Ahmedabad Police Arrest Fraud Accused

Follow us on

અમદાવાદના (Ahmedabad) ન્યુ ક્લોર્થ માર્કેટમાં (New Cloth Market)  દુકાન ભાડે રાખી વેપારીઓનો વિશ્વાસ કેળવી કરોડો રૂપિયાની ઠગાઇ (Fraud) આચરવાનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં તમિલનાડુના વતની બંટી બબલીએ કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાનો ચુનો લગાવી ફરાર થઈ ગયા છે. જોકે પોલીસે ગુનો નોંધી SIT ટીમે વધુ તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે ઝડપેલા વિનિતા અને અભિષેક દાદીચ છે..આ બંટી બબલીએ 10 જેટલા કાપડના વેપારીઓના કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે.બંટી બબલીએ ન્યુ ક્લોર્થ માર્કેટમાં વર્ષ 2021માં દુકાન ભાડે રાખી કાપડનો વેપાર શરૂ કર્યો હતો.જે પછી કાપડ માલ ખરીદી એક બે મહિનામાં પૈસા ચૂકવી દેતો હતો.જેમાં કાપડના વેપારીઓને ઠગ અભિષેક કહેતો કે અમારી બીજી શાખા તમિલનાડુમાં છે.જેથી શર્ટિગ ફ્રેબીક,ગ્રે ફ્રેબીક કાપડનો જથ્થાબંધ માલ ખરીદી કરવાની છે.આમ કરી વેપારી વિશ્વાસમાં લઈ કાપડ ખરીદીના રૂપિયા 30 દિવસમાં આપવાની ખાતરી આપી હતી.

જેમાં રાધે શ્યામ સીન ફેબના માલિક વિનીત અગ્રવાલ પાસે 9 લાખ રૂપિયા માલ મેળવી લીધો.જે બાદ દાધીચ બંધુઓ પાસે રૂપિયાની વારંવાર માંગણી કરવા છતાં આપતા નહોતા.જેથી ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ઠગ બંટી બબલી પાસે પૈસાની માગણી કરવામાં આવી હતી ત્યારે વેપારી અગ્રવાલ બંધુઓને ધમકી આપી હતી કે હવે તમે રૂપિયાની માંગણી ના કરતા નહિ તો તમારા હાથપગ તોડી નાખીશું. આવી જ રીતે તમિલનાડુના બંટી બબલીએ કાપડના 10 વેપારીઓ પાસે વિશ્વાસ કેળવી લઈ 1.41 કરોડનો માલ ખરીદી પૈસા નથી ચૂકવ્યા.

જોકે કાપડ મહાજનમાં થયેલી ઠગાઇ ફરિયાદ માટે સ્પેશિયલ SIT ટિમ દ્વારા તપાસ કરવામાં આવે છે.પ્રાથમિક તપાસમાં બંટી બબલીએ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કરોડો રૂપિયાનું ચિટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે પરંતુ SIT ટિમ દ્વારા ઠગ બંટી બબલી પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

આ પણ વાંચો :  ગુજરાતમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી, ગુરુવારથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમની શરૂઆત

આ પણ વાંચો :  ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે : CM

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 10:13 pm, Wed, 20 April 22

Next Article