અમદાવાદ : તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, મીઠાઇના ભાવના કારણે મીઠાસમાં કાપ મુકાયો

|

Nov 05, 2021 | 1:03 PM

આ વર્ષે ભાવ વધારાના કારણે લોકો મીઠાઈની ખરીદી કરતા જોવા મળ્યા, પણ કેટલાક લોકો ઓછી ખરીદી કરવાનુ પસંદ કરી રહ્યા છે. કેમ કે તેઓને આર્થિક પરિસ્થિતી પણ નડી રહી છે. જેને લઈને લોકો પણ ઈચ્છી રહ્યા છે તે વધતી મોંઘવારીમાં ઘટાડો આવે.

અમદાવાદ : તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, મીઠાઇના ભાવના કારણે મીઠાસમાં કાપ મુકાયો
AHMEDABAD: Sweetness cuts due to price hike

Follow us on

એક તરફ પેટ્રોલ ડિઝલના ભાવમા વધારો, બીજી તરફ રાંધણ ગેસ અને તેલના ભાવમાં વધારો, જે ભાવ વધારો લોકોને રડાવી રહ્યો છે, ત્યારે દિવાળીમા લોકોનુ મોંઢુ મીઠુ કરાવતી મીઠાઈ પણ લોકોને રડાવી શકે છે. કેમ, કેમ કે મીઠાઈના ભાવમા પણ વધારો નોંધાયો છે.

જીહા., આ એટલા માટે કહેવુ પડી રહ્યુ છે કેમ કે મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ હોય, ડિઝલ હોય, રાંધણ ગેસ હોય કે ખાધતેલ હોય, તમામમાા ભાવ વધારો ઝીંકાયો છે. જે ભાવ વધારાની અસર તમામ તહેવાર સાથે દિવાળી પર પણ જોવા મળી છે, કેમ કે પેટ્રોલ ડિઝલના ભાવમા વધારો થયા ઈમ્પોર્ટ એક્સપોર્ટમા ભાવ વધતા માલ સામાનના ભાવમા વધારો થયો. જેની અસર વિવિધ ક્ષેત્રે પડી, સાથે જ અફધાનિસ્તાનના માહોલને લઈને નવરાાત્રી પહેલાથી જ ડ્રાય ફ્રુટના ભાવમા વધારો નોંધાયો હતો. જે હાલ સુધી અસર કરી રહ્યો છે, અને તે તમામ બાબતોને લઈને દિવાળી પર મીઠાઈના ભાવમા 20 ટકા ઉપર ભાવ વધ્યાનું વેપારીઓ માની રહ્યા છે.

દિવાળી આવે એટલે લોકો કપડાં, ફટાકડાં, રમકડાં સહિત મીઠાઈની ખરીદી કરતા હોય છે, અને તેવામાં આ પ્રકારે ભાવ વધે તો સ્વભાવિક રીતે લોકોને અસર કરે, જેના કારણે આ વર્ષે ભાવ વધારાના કારણે લોકો મીઠાઈની ખરીદી કરતા જોવા મળ્યા, પણ કેટલાક લોકો ઓછી ખરીદી કરવાનુ પસંદ કરી રહ્યા છે. કેમ કે તેઓને આર્થિક પરિસ્થિતી પણ નડી રહી છે. જેને લઈને લોકો પણ ઈચ્છી રહ્યા છે તે વધતી મોંઘવારીમાં ઘટાડો આવે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કહેવાય છે કે અમદાવાદીઓ તહેવાર માણવામા મોંખરે છે, તે પછી પરિસ્થીતી કેવી પણ કેમ ન હોય પણ ભાવ વધારો તમામ લોકોને અસર કરે અને તેના કારણે લોકોનું બજેટ પણ ખોરવાય. અને તેમાં પણ કોરોના અને મોંધવારીએ લોકોની કમર તોડી નાખી છે. જેના કારણે આ વખતે મીઠાઈની ખરીદીમા લોકોએ કાપ મુક્યો છે. તે જ રીતે તહેવારની પણ મીઠાસમાં કાપ મુકાયાનું લાગી રહ્યું છે. હાય રે મોંઘવારી !!!

આ પણ વાંચો : Festival special Train: મુસાફરોના ધસારાને પહોચી વળવા, રેલ્વેએ વિશેષ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય, જાણો કયાંથી કયાં જશે આ ટ્રેન

 

Next Article