Breaking News : અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર ફેંકાયુ જૂતુ, એડીશનલ પ્રિન્સિપલ જજ એમ.પી પુરોહિત પર જૂતું ફેંકાયુ
અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર જૂતું ફેંકવામાં આવ્યું છે. એડીશનલ પ્રિન્સિપલ જજ એમ.પી પુરોહિત પર જૂતું ફેંકાયું હતુ. ફરિયાદીની અપીલ કાઢી નાખતા જૂતુ ફેંક્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે જૂતું ફેંકનારની અટકાયત કરી છે.

અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર જ જૂતુ ફેંકાયુ
થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર જે પ્રકારે જૂતુ ફેંકવાની ઘટના બની હતી, તે જ પ્રકારની ઘટના અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ બની છે. એક ફરિયાદી દ્વારા એક કેસ સંબધિત અપીલ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જો કે કોઇ કારણોસર ફરિયાદીની અપીલ નકારી કાઢવામાં આવી હતી. રોષે ભરાયેલા ફરિયાદીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર જ જૂતુ ફેંકી દીધું.
ફરિયાદીએ પોતાના પર કાબુ ગુમાવ્યો
આ ઘટના બાદ પોલીસ દ્વારા જૂતુ ફેંકનાર ફરિયાદીની અટકાયત કરવામાં આવી છે. ચિંતાજનક વાત એ છે કે જે ન્યાયપાલિકામાં લોકોને અત્યાર સુધી ન્યાય મળવાની સંભાવના દેખાતી હતી કે ક્યાંય ન્યાય નહીં મળે તો અંતે ન્યાય પાલિકામાં તો ન્યાય મળશે જ. જો કે અહીં કઇક અલગ જ ઘટના જોવા મળી છે. ન્યાય પાલિકામાં પોતાના તરફી વલણ ન થતા અથવા તો ચુકાદો પોતાની તરફ ન આવવાના કારણે ફરિયાદીએ પોતાનો કાબુ ગુમાવી દીધો અને તેણે જજ પર જ જૂતુ ફેંકી દીધુ.