Ahmedabad: ગ્રામ્ય પોલીસે દર્દીને મદદરૂપ થવા શરૂ કર્યો સંવાદ પ્રોજેક્ટ, ઘરે સારવાર લેતા દર્દીઓને તણાવમુક્ત રાખવાનો પ્રયાસ

સંવાદ પ્રોજેક્ટ મારફતે કોરોના દર્દીને મદદ કરવામાં આવે છે. દર્દીને ડૉક્ટરની જરૂર હોય તો તેની સેવા પૂરી પાડવામાં આવે છે. દર્દીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

| Updated on: May 06, 2021 | 2:06 PM

અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોરોના કાળમાં દર્દીઓને મદદ કરવા અને તણાવમુક્ત રાખવા અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગ્રામ્ય પોલીસે સંવાદ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સંવાદ પ્રોજેક્ટ મારફતે કોરોના દર્દીને મદદ કરવામાં આવે છે. દર્દીને ડૉક્ટરની જરૂર હોય તો તેની સેવા પૂરી પાડવામાં આવે છે. દર્દીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. દર્દીને જરૂરી ચીજવસ્તુ પણ પહોંચાડવા સંવાદ પ્રોજેક્ટ મારફતે મદદ કરાય છે.

મદદ કરવા માટે ગ્રામ્ય પોલીસે મકરબા એસ.પી. ઓફિસ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. દર્દીનો ટેલિફોનિક સંપર્ક કરીને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરાય છે. દર્દીને મદદ કરવા પોલીસે દર્દીઓનું લિસ્ટ પણ તૈયાર કર્યું છે. દર્દીને મદદ કરવા પોલીસ દ્વારા 4 ડૉક્ટર અને અન્ય સભ્યની ટીમ બનાવાઈ છે.

સંવાદ પ્રોજેક્ટ હેઠળ 24 કલાક દર્દીઓને મદદ પૂરી પાડવામાં આવે છે. કોરોના કાળ વચ્ચે આ પ્રકારનો પોલીસનો પ્રથમ અને અનોખો પ્રયાસ છે. પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અનેક દર્દીઓને મદદ કરાઈ છે. દર્દીનું મનોબળ વધારવા અને પોઝિટિવ વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">