અમદાવાદ: છારાનગરમાં દુષ્કર્મ બાદ સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં છારાનગર વિસ્તારમાં દુષ્કર્મ પીડિતાએ આપઘાત કરી લીધો છે. પીડિતા સગીરા હતી અને તેણે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું છે. આપઘાત કરનારી પીડિત સગીરા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને તેની સાથે અભ્યાસ કરતા કુબેરનગરના એક વિદ્યાર્થીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.   Web […]

અમદાવાદ: છારાનગરમાં દુષ્કર્મ બાદ સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે આરોપીની કરી ધરપકડ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:25 PM

અમદાવાદમાં છારાનગર વિસ્તારમાં દુષ્કર્મ પીડિતાએ આપઘાત કરી લીધો છે. પીડિતા સગીરા હતી અને તેણે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું છે. આપઘાત કરનારી પીડિત સગીરા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને તેની સાથે અભ્યાસ કરતા કુબેરનગરના એક વિદ્યાર્થીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સગીરાને જીવન દોઝખ લાગવા માંડ્યું અને પોતે જ ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો. ઘટના બાદ છારાનગર વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિને જોતા આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે જ્યારે સગીરા આ વિદ્યાર્થી મિત્રના અન્ય મિત્રના કાકાની દુકાને કોઈ સામાન લેવાય જાય ત્યારે ત્યાં અન્ય મિત્રો સગીરાનો પીછો કરતા હતા અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધવા હાથ પકડતા અને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શરીરસંબંધ બાધવાની માંગણી કરતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સગીરા મનાઈ કરતી હતી જેથી આ મિત્રોએ ભેગા મળી તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જો કે સગીરાએ આ વિદ્યાર્થીના જ ત્રણ મિત્રો સાથે શરીરસંબંધ બાંધવાનો ઈનકાર કરતા લગભગ 10 જેટલા વીડિયો વાયરલ કરી દીધા હતા. સરદારનગર પોલીસે પોક્સો અને આઈટી એક્ટ મુજબ બે અલગ અલગ ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસથી નારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">