અમદાવાદ પોલીસનો સરાહનીય પ્રયાસ, ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને નવજીવન બક્ષ્યું
ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સ ના રવાડે ચઢી ગયેલ 48 યુવતીઓને અમદાવાદ શહેર પોલીસે ડ્રગ્સની લતમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે.
અમદાવાદ(Ahmedabad)પોલીસના(Police)અથાક પ્રયાસો અને દ્રઢ સંકલ્પશકિતએ શહેરનની 48 યુવતીઓના જીવનમાં નવો આયામ ઉમેર્યો છે. જેમાં ડ્રગ્સ(Drugs)પેડલરોની જાળમાં ફસાઈને ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને ડ્રગ્સના ચુંગાલમાંથી મુકત કરવામાં પોલીસને સફળતા મળી છે. તેમજ આ યુવતીઓને પોલીસે નવજીવન બક્ષ્યું છે.
જેમાં ડ્રગ્સની લત યુવાધનને બરબાદીના પંથે લઈ જાય છે. તેમ છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સ ના રવાડે જાય છે. ત્યારે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સ ના રવાડે ચઢી ગયેલ 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની લતમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે.
આ સમગ્ર અભિયાન અને પોલીસની દ્રઢ સંકલ્પશકિતની શરૂઆત જુલાઈ 2020 માં કાલુપુરમાં એક હોટલમાં રેડ દરમિયાન થઈ હતી. જેમાં પોલીસના સંપર્કમાં એક યુવતી આવી હતી જે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી. ડ્રગ્સની આદતને સંતોષવા માટે તેની મજબૂરી અને તૈયારીઓ જોઈ ને પોલીસે આવી યુવતીઓને શોધી કાઢવાનું નક્કી કર્યું.
આ તમામ યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવાનું નક્કી કર્યું. જેમાં ઝોન 3 ડીસીપીએ અત્યાર સુધીમાં 48 જેટલી યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરવામાં સફળતા મળી છે.
જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગની યુવતીઓ એમ.બી.એ, એમબીબીએસ અને બી. ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખા દેખી માં ડ્રગ્સ ની લતે ચઢી ગયેલ છે. જો કે કેટલીક યુવતીઓ તો ડ્રગ્સની આદત પૂરી કરવા માટે પોતાને લાખ્ખો રૂપિયા ના પોકેટ મની મળી રહેતા હોવા છતાં શરીર વેચવા સુધી મજબૂર થઈ જાય છે.
જોકે હાલ તો ડીસીપી ઝોન 3 મકરંદ ચૌહાણ દ્વારા ડ્રગ્સના ચુંગાલમાં ફસાયેલી અને પોતાના દેહને વેચવા સુધી મજબૂત બનેલ યુવતીઓને શોધી તેમને આ મજબૂરીમાંથી મુક્તિ અપવાવવના પ્રયાસો કરી રહ્યા છે.તેટલું જ નહિ આ ડીસીપી ઝોને 3 મકરદ ચૌહાણ અને સીટી પોલીસનું આ અભિયાન પૂર્ણ થયા બાદ પોલીસના ધ્યાને આવેલ તમામ ડ્રગ્સ પેડલરોની સામે કાર્યવાહી કરી તબાહી બોલાવશે.
આ પણ વાંચો : કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીનો નવતર અભિગમ, હવે એપના માધ્યમથી પણ કરી શકાશે ફરિયાદ
આ પણ વાંચો : પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઇને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપ્યું આ મોટું નિવેદન