અમદાવાદીઓ ચેતજો, હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ વસુલી શકે છે દંડ

|

Jun 01, 2021 | 7:48 PM

ડિજિટલ યુગ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ હાઈ ટેક બની છે.હવે ટ્રાફિક( Traffic )પોલીસ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસુલવા માટે ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવા જઇ રહી છે.

અમદાવાદીઓ ચેતજો, હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ વસુલી શકે છે દંડ
અમદાવાદ ટ્રાફિક પોલીસ હાઇ-ટેક બની

Follow us on

અમદાવાદ( Ahmedabad )  શહેરના ટ્રાફિકની સમસ્યા વધતાંની સાથે જ ટ્રાફિક ભંગના કિસ્સામાં પણ વધારો થઇ રહ્યો છે. જો કે અત્યાર સુધી ટ્રાફિક( Traffic )ના નિયમોના ભંગમાં પકડાતા લોકો પાસે રોકડા રૂપિયા ન હોવાનું બહાનુ આગળ ધરીને ચાલ્યા જતા હતા. પરંતુ હવે ડિજિટલ યુગ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ હાઈ ટેક બની છે.હવે ટ્રાફિક( Traffic )પોલીસ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસુલવા માટે ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવા જઇ રહી છે.

વાહનચાલકો પાસેથી POS મશીનથી દંડ વસુલશે

દેશમાં ટેકનોલોજી ના બદલતા યુગ સાથે હવે સરકારી વિભાગ પણ હાઈ ટેક બની રહ્યા છે.ત્યારે ટ્રાફિક ( Traffic ) પોલીસ પણ હવે દંડ વસૂલવા માટે હાઇ ટેક બનવા જઈ રહી છે. હવે પોલીસ રોકડ રકમ ચૂકવવા ના માગતા વાહનચાલકો પાસે થી POS મશીન થી પણ દંડ વસુલશે.આ મશીન દ્વારા કાર્ડ પેમેન્ટ ,UPI, QR-Code,bhim એપ વગેરે માધ્યમોથી પેમેન્ટ કરી શકાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ટ્રાફિક પોલીસે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યા

આ અંગે માહિતી આપતા અમદાવાદ( Ahmedabad )  ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડા કહ્યું હતું કે હાલ માં POS મશીન માટે ટ્રાફિક પોલીસે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યા છે. તેમજ પ્રાથમિક તબક્કે 300 મશીન ટ્રાફિક પોલીસને આપવામાં આવશે.જો કે આ મશીન માંથી દંડ વસૂલવા બદલ જે તે વાહન ચાલકને રસીદ પણ આપવામાં આવશે.

ફોટો કે વિડીયો પણ આ મશીનથી ઉતારી શકાશે

આ ઉપરાંત જો કોઈ વાહનચાલક પોલીસ સાથે માથાકૂટ માં ઉતરશે તો તેનો ફોટો કે વિડીયો પણ આ મશીનથી ઉતારી શકાશે.આમ, ટ્રાફિક પોલીસે હવે ડિજિટલ પેમેન્ટની શરૂઆત કરી છે. જેનાથી ટ્રાફિક પોલીસ વિભાગમાં કથિત ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઓછું થશે.

Published On - 7:43 pm, Tue, 1 June 21

Next Article