AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાબરમતીમાં અદાવતમાં વૃધ્ધાની હત્યા, પોલીસે આરોપીની તપાસ શરૂ કરી

સાબરમતીના(Sabarmati) મોઢેરા વિસ્તારમાં એક યુવકે તલવાર વડે પરિવાર પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યો.જ્યાં હુમલામાં વૃદ્ધ મહિલા વચ્ચે પડતા તેને આરોપી યુવકે ધક્કો મારતા ધટના સ્થળે મોત નીપજ્યું.

Ahmedabad : સાબરમતીમાં અદાવતમાં વૃધ્ધાની હત્યા, પોલીસે આરોપીની તપાસ શરૂ કરી
Sabarmati Police Station(File Image)
Mihir Soni
| Edited By: | Updated on: May 17, 2022 | 9:55 PM
Share

અમદાવાદના(Ahmedabad)સાબરમતી પોલીસ સ્ટેશન(Sabarmati)વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં વૃદ્ધની હત્યા(Murder)કરી હોવાની ઘટના સામે આવી છે.મોઢેરા વિસ્તારમાં યુવક તલવાર વડે એક પરિવાર પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યો ત્યાં વૃદ્ધ મહિલાને ધક્કો મારીને નીચે પાડતા મોત નીપજ્યું હતું.તલવાર વડે હુમલો કરનાર આરોપી સીસીટીવી કેદ થઈ ગયો.સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ સાબરમતીના મોઢેરા વિસ્તારમાં એક યુવકે તલવાર વડે પરિવાર પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યો.જ્યાં હુમલામાં વૃદ્ધ મહિલા વચ્ચે પડતા તેને આરોપી યુવકે ધક્કો મારતા ધટના સ્થળે મોત નીપજ્યું. આ ઘટનાની વિગત મુજબ 14મી તારીખ રોજ મોઢેરાના જગનાથ ચાલીમાં રહેતા કિર્તનકૌર ભાટિયાના દીકરાના લગ્ન પુરા કરી ઘરે પરત આવ્યા હતા ત્યારે ઘરમાં સંબંધી રૂપસિંગ ચિકલીકર જમવાનું બનાવી રહ્યો હતો

ત્યારે મૃતકના પરિવારના લોકોએ રૂપસિંગને પૂછતાં તેણે કહ્યું કે ભૂખ લાગી હોવાથી મટન બનાવવા આવેલો છું.આ રીતે ઘરમાં રૂપસિંગને નહિ આવવાનું કહ્યું હતું.જે બાદ રૂપસિંગ કિર્તનકૌરને ગાળાગાળી કરવા લાગ્યો હતો જે બાદ 15 મી તારીખના રોજ રાત્રે આરોપી રૂપસિંગ તલવાર વડે હુમલો કરવા પહોંચ્યો જેમાં મહિલા કિર્તનકૌર પર રૂપસિંગ હુમલો કર્યો ત્યારે કીર્તનકૌરની માતા વચ્ચે આવતા રૂપસિંગ ધક્કો મારતા વૃધ્ધા ઇન્દરકૌરની માથા ભાગે ગંભીર ઇજા થતાં મૃત્યુ નીપજ્યું.

ઇજાગ્રસ્ત ફરિયાદી કિર્તનકૌરએ આક્ષેપ કર્યા છે કે આરોપી રૂપસિંગ ઘરની બારી તોડી ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી.જે વાત લઈ ઝઘડો થયો હતો.બસ આ જ વાત અદાવત રાખી બીજા દિવસે આરોપી રૂપીસિંગ તલવાર લઈ હુમલો કરવા આવ્યો હતો.જો કે આરોપી રૂપસિંગ મૃતકના સગામાં થાય છે.પણ બોલચાલીની અદાવતમાં ઝઘડામાં વૃદ્ધ મૃત્યુ નિપજતા સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી રૂપસિંગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.ચોરી,મારમારી જેવા અનેક ગુના નોંધાઇ ચુક્યા છે..ત્યારે આરોપી રૂપસિંગ હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">