Ahmedabad: “પહેલો સગો પાડોશી” કહેવાતને યથાર્થ કરતો કિસ્સો, કોરોનાગ્રસ્ત યુગલની મદદે આવ્યા પાડોશી

|

Apr 22, 2021 | 5:07 PM

કોરોનાકાળમાં દરેક વ્યક્તિને પોતાને કોરોના થવાનો ભય છે. તેમજ દરેક લોકો એક બીજાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે આંબાવાડી વિસ્તારમાં પાડોશી ધર્મ અને માનવતાને મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

Ahmedabad: પહેલો સગો પાડોશી કહેવાતને યથાર્થ કરતો કિસ્સો, કોરોનાગ્રસ્ત યુગલની મદદે આવ્યા પાડોશી
પ્રતિકાત્મક ફોટો

Follow us on

કોરોનાકાળમાં દરેક વ્યક્તિને પોતાને કોરોના થવાનો ભય છે. તેમજ દરેક લોકો એક બીજાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે આંબાવાડી વિસ્તારમાં પાડોશી ધર્મ અને માનવતાને મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેને સમાજ વચ્ચે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

 

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ગુજરાત અને શહેરમાં કોરોના સંક્રમણ બુલેટ ગતિએ વધી રહ્યું છે. જેથી લોકોમાં પણ ભયનો માહોલ છે. જેના વચ્ચે લોકો પણ એક બીજાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી (Ambavadi,Ahmedabad)માં એક અલગ કિસ્સો સામે આવ્યો. આંબાવાડીમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને GST ઓફિસર તરીકે ફરજ બજાવતા બીના સોલંકી અને તેમના પતિ 13 એપ્રિલે કોરોના સંક્રમિત થયા. જેમને બે વર્ષના બે જુડવા બાળકો પણ છે. જેવી તેમને જાણ થઈ કે કોરોના છે તો તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ કે હવે શું થશે? બાળકોનું શુ થશે?

 

જે અંગે પાડોશીઓ સાથે ચર્ચા કરતા પાડોશીઓ બાળકોને પોતાના બાળક તરીકે અપનાવતા સોલંકી પરિવારને થોડી રાહત થઈ. હાલ બીના સોલંકી અને તેમના પતિ હોમ આઈસોલેટ છે અને તેમના બે બાળકો તેમના જ એપાર્ટમેન્ટમાં બે પાડોશીઓના ત્યાં રહે છે.  જેમાં એક બાળકને તાવ હોવા છતાં પાડોશી રાવલ પરિવારે રાખ્યો અને હાલ બાળકો રાવલ પરિવાર સાથે સ્વસ્થ છે. જે પરિવારે અન્ય લોકોને પણ આ જ પ્રકારે લોકોની મદદે આગળ આવવા આહ્વાન કર્યું છે.

 

ઉલ્લેખનીય છે કે માતા પિતાથી બાળક અલગ ઘરે જાય ત્યારે માતા પિતાનો જીવ બાળકોમાં રહે કે બાળકો શું કરતા હશે?  કેમ રહેતા હશે? જેની દેખરેખ માટે બીના સોલંકીએ તેમની ભાણીને રાજકોટથી બોલાવી. જે હાલ બાળકો સાથે પાડોશીના ઘરે રહી બાળકોને સંભાળે છે. તેમજ પાડોશી પરિવારની પણ દેખરેખ રાખે છે.

 

જેણે પાડોશીઓનો આભાર માન્યો તો સાથે સમાજના દરેક લોકોને આવી જ મદદ કરવા અપીલ પણ કરી. હાલ આઈસોલેટ થયેલા અને હાલ બાળકોથી અલગ રહી રહેલા માતાએ પણ પાડોશીઓનો આભાર માનીને TV9ના મધ્યમથી આભાર માની લોકોને પણ મદદ કરવા અપીલ કરી છે.

 

આ પણ વાંચો : Amit Shah: અમિત શાહ આવી શકે છે અમદાવાદ, GMDC સ્થિત DRDOએ ઉભી કરાવેલી હોસ્પિટલને શરૂ કરાવી શકે છે

 

Published On - 4:55 pm, Thu, 22 April 21

Next Article