Ahmedabad: મહિલાઓમાં વધતાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન

|

Oct 02, 2021 | 8:31 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં૩૧ મી ઓક્ટોમ્બર સુધી રૂમ નં. ૧૨ A માં મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. જેની માટે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં કેસ કઢાવવાનો રહેશે.

Ahmedabad: મહિલાઓમાં વધતાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન
Ahmedabad Mammography test organized at Civil Hospital to raise awareness of breast cancer among women( File Photo)

Follow us on

અમદાવાદ(Ahmedabad)સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)મહિલાઓ માટે ઓક્ટોમ્બર માસમાં મેમોગ્રાફી ટેસ્ટનું(Memography)આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ મી ઓક્ટોમ્બર સુધી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મેમોગ્રાફી રૂમ નં. ૧૨ A માં મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. જેના માટે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં કેસ કઢાવવાનો રહેશે.

વધુ વિગતો આપતા સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સ્ત્રીઓમાં થતા સ્તનના કેન્સરની તપાસ કરવા માટે મેમોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવે છે. કેન્સરની જાણ વહેલા થાય તો સમયસર સારવાર કરાવીને કેન્સર સામે જીતી શકાય છે. આ જનજાગૃતિ અને અગમચેતી માટે જ સિવિલ હોસ્પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કસ , સ્ટાફ મિત્રો માટે ફ્રી અને અન્ય મિત્રો માટે અડધા ખર્ચ એટલે કે રૂ. ૧૫૦ ના નજીવા દરે મેમોગ્રાફી ટેસ્ટ કરી આપવામાં આવશે તેમ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોને સ્તન કેન્સરનું વધારે જોખમ છે ? કોણે મેમોગ્રાફી કરાવવી જોઇએ

-જે સ્ત્રી ની ઉમ્ર ૪૦ વર્ષથી વધુ હોય

– તેમના નજીકના સંબંધીને સ્તનનું કેન્સર થયુ હોય,

-જો છાતીમાં કે બગલમાં ગાંઠ થયેલી હોય તેવું લાગે

– સ્તનના આકારમાં ફેરફાર થવા લાગે

તે સ્ત્રીએ મેમોગ્રાફી કરાવવી જોઇએ.

આ પણ વાંચો : અંબાજીમાં નવરાત્રીમાં ગરબાનું આયોજન પણ રદ, માત્ર દર્શન કરી શકાશે

આ પણ વાંચો : પાટણની રાધનપુર નગરપાલિકાના સફાઇકર્મીઓએ ચીફ ઓફિસર સામે આ મુદ્દે મોરચો માંડયો

Published On - 8:28 am, Sat, 2 October 21

Next Article