
અમદાવાદમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજે મતગણતરીનો મહત્વનો દિવસ આવી પહોંચ્યો છે. મતગણતરીને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું છે.
અમદાવાદ કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું કે મતગણતરી માટે શહેરમાં બે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજનો સમાવેશ થાય છે. બંને કેન્દ્રો પર ચૂંટણી સ્ટાફની સંપૂર્ણ નિમણૂક કરી દેવામાં આવી છે અને તમામ વિભાગોમાં જરૂરી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
થલતેજ , મક્તમપુરા, બોડકદેવ , વસ્ત્રાલ , ઇન્દ્રપુરી, રામોલ હાથીજણ , પાલડી , વાસણા , નવરંગપુરા, સરદાર નગર , નરોડા , કુબેરનગર, સૈજપુર બોધા ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર,બાપુનગર,સરસપુર રખિયાલ,ગોમતીપુર,દરિયાપુર,ખાડિયા, જમાલપુર,બહેરામપુરા,લાંભા,વટવા,અસારવા,શાહીબાગ,શાહપુર ની મતગણતરી એલડી એન્જિનિયરિંગ ખાતે મતગણતરી થશે.
દાણીલીમડા,મણીનગર ઇસનપુર,નિકોલ, વિરાટનગર,ઓઢવ,ગોતા ,ચાંદલોડિયા,ઘાટલોડિયા,જોધપુર, વેજલપુર ,સરખેજ ,નવા વાડજ ,નારણપુરા, એસ પી સ્ટેડિયમ,,ચાંદખેડા, સાબરમતી, રાણીપ,અમરાઇવાડી,ભાઇપુરા -હાટકેશ્વર અને ખોખરા ની ગુજરાત કોંવેજ ખાતે મતગણતરી થશે.
પહેલા તબક્કામાં અમદાવાદમાં સૌપ્રથમ થલતેજ , વસ્ત્રાલ, પાલડી, સરદારનગર, સૈજપુર બોધા, બાપુનગર, દરિયાપુર, બહેરામપુરા, અસારવા, દાણીલીમડા, નિકોલ, ગોતા,જોધપુર ,નવા વાડજ,ચાંદખેડા અને અમરાઇવાડી ની મતગણતરી હાથ ધરાશે
બીજા તબક્કામાં મકતમપુરા,ઇન્દ્રપુરી, વાસણા ,નરોડા ઇન્ડિયા કોલોની,સરસપુર-રખીયાલ ,ખાડીયા, લાંભ શાહિબાગ મણીનગર,વિરાટનગર,ચાંદલોડિયા,વેજલપુર ,નારણપુરા, સાબરમતી,ભાઇપુરા હાટકેશ્વર,ની મતગણતરી હાથ ધરાશે
ત્રીજા તબક્કામાં બોડકદેવ, રામોલ, નવરંગપુરા, કુબેરનગર ઠક્કરનગર, ગોમતીપુર, જમાલપુર, વટવા, શાહપુર, ઇસનપુર, ઓઢવ, ઘાટલોડિયા, સરખેજ, એસપી સ્ટેડીયમ, રાણીપ અને ખોખરાની મતગણતરી યોજાશે.
“મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ છે. સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે અને બંને કેન્દ્રો પર યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અમે ખાતરી કરીશું કે સમગ્ર પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે પૂર્ણ થાય.
મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે લોકશાહીના ‘મહા-ચુકાદો’નો દિવસ આવી પહોંચ્યો છે. આજનો સૂર્યોદય હાર-જીતના રોમાંચક સમીકરણો સાથે થયો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં જંગ પૂરો થયા બાદ હવે ઉમેદવારોના હૃદયના ધબકારા તેજ બન્યા છે. થોડી જ ક્ષણોમાં મતગણતરી શરૂ થવાની છે અને પરિણામોની શરૂઆત સાથે જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાનું છે. થોડા કલાકોમાં નક્કી થઈ જશે કે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં જીતનો ‘તાજ’ આખરે કોના શિરે સજશે, જેને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
Published On - 9:05 am, Tue, 28 April 26