AHMEDABAD : વસ્ત્રાલમાં ત્રણ વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, હવે ભરચોમાસે કોર્પોરેશને ઠેર ઠેર ખાડા ખોદ્યા

વસ્ત્રાલ રીંગરોડ પાસે આવેલ ઓમ સર્કલ નજીક છેલ્લા 3 વર્ષથી AMC દ્વારા પીવાની પાણીની ટાંકી બનાવાઈ છે, જો કે તેના કનેક્શન વિવિધ સોસાયટીઓમાં હજુ સુધી પહોંચ્યા નથી. આ કામગીરી હવે ચોમાસાની સીઝનમાં શરૂ કરવામાં આવી છે.

AHMEDABAD : વસ્ત્રાલમાં ત્રણ વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ, હવે  ભરચોમાસે કોર્પોરેશને ઠેર ઠેર ખાડા ખોદ્યા
AHMEDABAD: Lack of basic amenities in vastral area
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 26, 2021 | 2:23 PM

અમદાવાદ શહેરને આમ તો સ્માર્ટસીટી કહેવામાં આવે છે પણ સ્માર્ટસીટીમાં જોવા મળતી સુવિધા કહેવાતા સ્માર્ટસીટી અમદાવાદના શહેરીજનોને ક્યારે મળશે તે મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે શહેરમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડે કે તરત જ રસ્તાઓ ધોવાઇ જાય છે અને ખાડા પડી જાય છે. જેને કારણે રસ્તાઓ ઉબડ ખાબડ જોવા મળતા હોય છે, પણ હવે તો આનાથી શહેરીજનો ટેવાઈ ગયા છે.

અમદાવાદનો ઝડપથી વિકાસ પામી રહેલ વસ્ત્રાલ આવો જ એક વિસ્તાર છે. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ વિસ્તાર ખુબ વિકસિત થયો છે પણ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કશું મળ્યું નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ શહેરીજનોએ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને ઘરેથી ઓફિસ અને અન્ય કામ કરવા જવું પડી રહ્યું છે.

વસ્ત્રાલ રીંગરોડ પાસે આવેલ ઓમ સર્કલ નજીક છેલ્લા 3 વર્ષથી AMC દ્વારા પીવાની પાણીની ટાંકી બનાવાઈ છે, જો કે તેના કનેક્શન વિવિધ સોસાયટીઓમાં હજુ સુધી પહોંચ્યા નથી. આ કામગીરી હવે ચોમાસાની સીઝનમાં શરૂ કરવામાં આવી છે. જેને કારણે ઓમ સર્કલની આસપાસ AMC દ્વારા વિવિધ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે અને પાઇપલાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન ડ્રેનેજની લાઈનમાં ભંગાળ પડતા ડ્રેનેજના ગંદા પાણી જાહેર રોડ પર આવી જાય છે જેનાથી આસપાસની સોસાયટીમાં તીવ્ર દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

AHMEDABAD: Lack of basic amenities in vastral area

વસ્ત્રાલના ઓમ સર્કલ પાસે કરવામાં આવી રહેલ કામગીરીને કારણે આ વિસ્તારમાં વાહન લઈને જવામાં તો મુશ્કેલી નડી જ રહી છે. પરંતુ સ્થાનિકો ચાલતા પણ ક્યાંય બહાર નીકળી શકે એમ નથી. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર AMC ના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ AMCના સત્તાધીશોને જાણે પૂર્વ અમદાવાદમાં વિકાસના કામો કરવામાં કોઈ તકલીફ હોય તેમ સ્થાનિકોની ફરિયાદો પણ ધ્યાન આપવામાં આવતું નથી.

વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં ડ્રેનેજ લાઈન રીપેરીંગ તેમજ પીવાના પાણીની લાઈન નાંખવાની કામગીરી વહેલીતકે પૂર્ણ કરવામાં આવે જેથી શહેરીજનીની સમસ્યા ઓછી થાય.

આ પણ વાંચો : સુરતથી પકડાયેલા તનવીર હાશ્મીએ કબૂલ્યું, કુંદ્રા માટે ન્યૂડિટી સાથેની ફિલ્મો બનાવતો હતો, જાણો વિગત

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">