AHMEDABAD : ધૂળેટીના પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ, મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ

AHMEDABAD : રાજ્યભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિમિતે લોકો માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે.

AHMEDABAD : ધૂળેટીના પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ, મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ
ફાઇલ તસ્વીર
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 1:43 PM

AHMEDABAD : રાજ્યભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિમિતે લોકો માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે. પરંતુ ધુળેટીમાં લોકો રંગોથી ઉજવણી નહીં કરી શકે. દર વર્ષે રાજયભરના શહેરોના સ્વામિનારાયણ મંદિર, હવેલી સહિતના મોટા મંદિરોમાં હોળી-ધુળેટીની સામૂહિક રંગોથી ઉજવણી થતી હોય છે. શ્રધ્ધાળુંઓ ભગવાનને પણ ધુળેટીની રંગોથી રંગે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના ભયને કારણે અમદાવાદ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, વડતાલ હેઠળનું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, VYO શ્રીનાથધામ હવેલી, ઇસ્કોન મંદિર સહિતના મોટા મંદિરોમાં ધુળેટીની સામૂહિક ઉજવણી કરવામાં નહીં આવે. ભાવિકોને કોરોના ગાઈડલાઈન સાથે માત્ર દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા નહીં યોજવામાં આવે. જેથી આ વર્ષે ધૂળેટીની ઉજવણી ફિક્કી થશે.

મંદિરોમાં હોલી રસિયા કાર્યકમ મોકૂફ

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં વડોદરા, ભાવનગર, પાલિતાણા, રાજકોટ, પાવાગઢ સહિતના શહેરોમાં યોજાનારા કાર્યક્રમો હવે નહીં યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 21થી 27 માર્ચ દરમિયાન વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોલી રસિયાના કાર્યક્રમ કે જે વડોદરાના કારેલીબાગ, માંજલપુર, ભાવનગર, રાજકોટ સહિતના સ્થળોએ યોજવાના હતા. તે તમામ કાર્યક્રમો હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મંદિરોમાં ભક્તો માત્ર દર્શન કરી શકશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ગૌર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ તમામ ઉજવણીમાં સામાન્ય લોકોનો સમાવેશ માત્ર દર્શન પૂરતો જ સીમિત રહેશે. આ દરમિયાન માત્ર ભગવાનના વિગ્રહને રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઇસ્કોન મંદિરના વૈષ્ણવસેવા દાસજી મહારાજે જણાવ્યું છેકે આ વર્ષે અમે એ જ પ્રમાણે ધુળેટીની ઉજવણી કરવાના છીએ. ભક્તોની ગેરહાજરીમાં વિધીપૂર્વક ઉજવણી કરાશે.

મંદિરમાં ઓનલાઇન ઉજવણી થશે

કોરોના મહામારી પગલે શહેરમાં ભીડ એકઠી કરવી યોગ્ય ન હોવાથી તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે હોળીની ધાર્મિક વિધીઓમાં માત્ર પૂજારી અને મંદિરના મહંતો જ હાજર રહેશે. સાથે મંદિરમાં મેળાવડા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. બીએપીએસના સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું છેકે મંદિરમાં કોઈ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે 6થી 8:30 દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ સાથે હરિભક્તો ઘેરબેઠાં ભગવાનનું પૂજન કરીને ઉજવણી કરશે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">