Ahmedabad : સાયબર ક્રાઇમે AIMIMના નેતાની ધાર્મિક લાગણી દુભાતી પોસ્ટ મૂકવા બદલ ધરપકડ કરી

|

May 18, 2022 | 8:47 PM

જ્ઞાનવ્યાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર અમદાવાદના (Ahmedabad) રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધી તેની ઓફીસ પરથી ધરપકડ કરવામાં આવી

Ahmedabad : સાયબર ક્રાઇમે AIMIMના નેતાની ધાર્મિક લાગણી દુભાતી પોસ્ટ મૂકવા બદલ ધરપકડ કરી
Ahmedabad Cyber Crime AIMIM leader Danish Qureshi

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  AIMIM ના નેતા દાનીશ કુરેશીએ(Danish Qureshi)હિન્દુ ધર્મની લાગણી દુભાય એવી પોસ્ટ મુકતા સાયબર ક્રાઇમ(Cyber Crime)બ્રાંચે ગુનો નોંધ્યો.જેની બાદ દાનીશ કુરેશીને તેની ઓફીસ પરથી સાયબર ક્રાઇમની ટીમે પકડી ધરપકડ કરી હતી.નોંધનીય છે કે વિવાદિત ટિપ્પણી કરતી સોશિયલ મીડિયામાં(Social Media)પોસ્ટ બાદ એકાએક વિરોધ ઉભા થયા હતા. તેમજ અનેક હિન્દૂ ધર્મના લોકોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. જેમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધી તેની ઓફીસ પરથી ધરપકડ કરવામાં આવી. આરોપી દાનિશ કુરેશીએ ટ્વિટવર પર હિન્દુ દેવી દેવતાઓ વિશે પોસ્ટ લખી તેમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું.

ક્રાઇમ બ્રાંચ દ્વારા આઈ ટી એક્ટ,આઈપીસી 153એ,295એ, મુજબ ગુનો નોંધ્યો

સાયબર ક્રાઇમ બ્રાંચમાં દાનિશ કુરેશીએ મૂકેલી પોસ્ટ અંગે કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ તેવી પોસ્ટ નથી તેવું નિવેદન આપ્યું હતું. છે.જેમાં AIMIMના પ્રવક્તા દાનીશ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમાં શિવલિંગ અંગે લખાયેલા લખાણ અને પ્રશ્નને લઈને વિવાદ વકરતા ચર્ચાનો વિષય બન્યો છે. પરતું દાનીશ કુરેશી બીભત્સ ટિપ્પણી અને પોસ્ટ મૂકી ગુજરાતમાં અશાંતિ ફેલાવાનો પ્રયાસ કર્યો છે..જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા આઈ ટી એક્ટ,આઈપીસી 153એ,295એ, મુજબ ગુનો નોંધ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઉપરની એક પોસ્ટના કારણે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા જેવી ગંભીર ઘટના બની હતી તેવામાં કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ ન મૂકવા માટે શહેર પોલીસે અપીલ કરી છે અને આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ કાર્યવાહી સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Next Article