Ahmedabad : બ્રેઇનડેડ સુમિત રાજપૂતે મૃત્યુ બાદ પણ પાંચ લોકોને નવજીવન બક્ષ્યું

બ્રેઇનડેડ સુમીતભાઇના(Sumit Rajput) પિતા , બહેન અને પત્નિએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ૫ થી 7  કલાકની ભારે જહેમત બાદ હ્યદય, ફેફસા, બંને કિડની અને લીવરનુ દાન મળ્યું છે

Ahmedabad : બ્રેઇનડેડ સુમિત રાજપૂતે મૃત્યુ બાદ પણ પાંચ લોકોને નવજીવન બક્ષ્યું
Brain Dead Sumit Rajput Organ Donation At Ahmedabad Civil Hospital
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 18, 2022 | 8:33 PM

મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ(Organ Donation)થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે.આ શબ્દો છે બ્રેઇનડેડ સુમિત ભાઇના(Sumit Rajput)પિતા જોગિંદરસિંગ રાજપૂતના. અમદાવાદ(Ahmedabad)સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ 32 વર્ષીય યુવકના અંગદાનથી ૬૧મું અંગદાન થયું છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા સુમિતસિંગ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજા અત્યંત ગંભીર હોવાથી બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીનકોરિડોર મારફતે મોકલવામાં આવ્યા

બ્રેઇનડેડ સુમીતભાઇના પિતા , બહેન અને પત્નિએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ૫ થી 7  કલાકની ભારે જહેમત બાદ હ્યદય, ફેફસા, બંને કિડની અને લીવરનુ દાન મળ્યું છે. જેમાં હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીનકોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા.

5 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, 61 મું અંગદાન અમારા સેવાયજ્ઞમાં મહત્વનું બની રહ્યું છે. સુમિતસિંગ રાજપૂતના પિતા અને તેમના સમગ્ર પરિવારજનોએ અંગદાન માટે આપેલા સહયોગના પરિણામે જરૂરિયાતમંદ 5 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. માં ભોમ કાજે લીલા માથા આપવા ક્ષત્રીય ઉભો છે.ગૌ, બ્રાહ્મણ પ્રતિપાલ બની ક્ષત્રિય ઉભો છે..બલિદાન, ત્યાગ, વૈરાગ્ય.ઘટ ઘટમાં ક્ષત્રીય ઉભો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભૂગોળના રખેવાળ ક્ષત્રિયોની ગાથા આજે પણ ઘર ઘરમાં ગવાય છે.રામ, કૃષ્ણ, બુદ્ધ કે જેને દુનિયા ભગવાન થઈ પૂજે છે એણે પણ ત્યાગ ધર્મના આરાધક એવા ક્ષત્રિય ધર્મમાં જન્મ લેવાનું પસંદ કર્યું છે.મૂંગા જીવ માટે માથા આપવાના હોય કે પછી રાષ્ટ્ર એકીકરણ માટે સર્વસ્વ અર્પણ કરવાનું હોય આ એ જ તેજસ્વી અને પ્રતાપી કોમ છે કે જેણે ક્યારેય નફા નુકસાનનું ગણિત નથી માંડ્યું

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">