Ahmedabad કોર્પોરેશનની વિકાસ કામો પ્રત્યે ઉદાસીનતા, સરકારે ફાળવેલી 50 ટકા ગ્રાન્ટ વપરાઇ જ નહિ

|

Aug 17, 2021 | 8:55 PM

જોકે સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફથી મળેલી ગ્રાન્ટની અડધો અડધ રકમ એટલે કે 50 ટકા ગ્રાન્ટ વપરાઇ નથી. વિકાસની વાતો કરતું કોર્પોરેશન સરકાર તરફથી મળેલી ગ્રાન્ટની રકમમાંથી લોકો માટે જરુરી સુવિધા ઉભી કરી શક્યુ નથી.

Ahmedabad કોર્પોરેશનની વિકાસ કામો પ્રત્યે ઉદાસીનતા, સરકારે ફાળવેલી 50 ટકા ગ્રાન્ટ વપરાઇ જ નહિ
Ahmedabad Corporation indifference towards development works Fifty per cent grant allotted by government not used

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફથી મળેલી ગ્રાન્ટની અડધો અડધ રકમ એટલે કે 50 ટકા ગ્રાન્ટ વપરાઇ નથી. વિકાસની વાતો કરતું કોર્પોરેશન સરકાર તરફથી મળેલી ગ્રાન્ટની રકમમાંથી લોકો માટે જરુરી સુવિધા ઉભી કરી શક્યુ નથી.

અમદાવાદ શહેરમાં હજુ પણ પ્રાથમિક સુવિધાની ફરિયાદો ઉઠી રહી છે. એવા કેટલાય વિસ્તારો છે જ્યાં લોકોને પાણી, ડ્રેનેજ વગેરે જેવી પ્રાથમિક સુવિધા પણ નથી મળી.બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા છે કે જેને સરકારે વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ આપી છે પરંતુ તેનો માંડ 50 ટકાઉપયોગ થયો છે.

14માં નાણાંપંચ યોજના હેઠળ 2015-16થી 2019-20 દરમિયાન કુલ 926.23 કરોડની ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિસિપલને ફાળવવામાં આવી છે. પરંતુ તેમાંથી 441.02 કરોડની એટલે કે અંદાજે 50 ટકા જેટલી ગ્રાન્ટ જ વપરાઇ છે. બાકીના 485.21 કરોડની ગ્રાન્ટ હજુ વણ વપરાયેલી પડી છે. મતલબ સીધો છે લોકો માટે ઉપયોગી કામ એવા અડધોઅડધ કામો થયા નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સરકાર દ્વારા ફાળવવામા આવેલી ગ્રાન્ટ અને વણ વપરાયેલી ગ્રાન્ટ પર નજર કરીએ તો.

વર્ષ ફાળવેલી ગ્રાન્ટ વણવપરાયેલી ગ્રાન્ટ
2015/16 79.85 કરોડ 3.3 કરોડ 51
2016/17 102.22 કરોડ 33.9 કરોડ 41
2017/18 153.03 કરોડ 40.78 કરોડ 99
2018/19 135.00 કરોડ 37.14 કરોડ 148
2019/20 182.41 કરોડ 96.36 કરોડ 138
2020/21 273.73 કરોડ 273.73 કરોડ 00
કુલ રકમ 926.23 કરોડ 485.21 કરોડ 477

જોકે આ બાબતે તંત્રનુ કહેવુ છે કે ગ્રાન્ટ ખર્ચ થતી નથી તેવુ નથી. વિકાસના કાર્યો ચાલુ જ છે જેમ જેમ કાર્યો હાથ ધરવામા આવે તેમ ખર્ચ કરાય છે.

હાલ ચોમાસા દરમિયાન શહેરમાં હાલત ખરાબ છે. જ્યાં જોવો ત્યાં ખાડા,ખાડામાં થિંગડા તો ગટર સમસ્યાઓ તેમજ ગંદકી જેવી સમસ્યાઓ અપરંપાર છે. તો ગંદકીના કારણે રોગચાળો પણ શહેરમાં જોવા મળ્યો છે. જે એએમસીની પોલ પણ ખુલી પાડે છે.

ત્યારે જો આ દિશામા નકકર કાર્યવાહી કરાય અને વિકાસ કાર્યોનુ નક્કર આયોજન કરાય તો શહેરીજનોને સમસ્યામાંથી મુકિત મળે સાથે જ વિકાસ કર્યો માટે ફળવાતી ગ્રાન્ટનો સમય પર ઉપયોગ થઈ શકે. જેથી શહેરીજનોને વધુમાં વધુ અને ઝડપી અને સારી સુવિધા મળી રહે.

વિકાસની વાતો પણ કરવામાં આવે છે પરંતુ લોકો જાણે છે કે સુવિધા આપવામાં કોર્પોરેશન પાછું પડ્યું છે.જો આ આંકડાઓ જોયા પછી પણ પાલિકા નક્કર કાર્યવાહી કરીને લોકોપયોગી કામ માટે ગ્રાન્ટમાંથી પૈસા ફાળવે તો લોકોને કમસે કમ પૂરતી પ્રાથમિક સુવિધાઓ તો મળતી થાય.

આ પણ વાંચો : Made in india : અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ બનશે ભારતમાં

આ પણ વાંચો : PM Kisan : પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે રૂપિયા 3,000 પેન્શન, જાણો વિગત

Published On - 8:53 pm, Tue, 17 August 21

Next Article