AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત 

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ (Ahmedabad Sola Civil Hospital)માં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ (Control Room) અને હેલ્પડેસ્ક (Helpdesk) કાર્યરત કરવામાં આવ્યા છે.

Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત 
અમદાવાદ સોલા સિવિલ (ફાઈલ ફોટો)
Darshal Raval
| Edited By: | Updated on: Apr 19, 2021 | 10:19 PM
Share

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ (Ahmedabad Sola Civil Hospital)માં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ (Control Room) અને હેલ્પડેસ્ક (Helpdesk) કાર્યરત કરવામાં આવ્યા છે. દર્દીઓના સ્વજનોને જરુરી માહિતી મળી રહે તે ઉદ્દેશથી આ હેલ્પડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે તેના સ્વજનોને તેમની તબિયત વિશે સ્વભાવિક રીતે ચિંતા રહેતી હોય છે. આ સમસ્યાના ઉકેલરુપે સોલા સિવિલ હોસ્પિટલમાં હેલ્પ-ડેસ્ક અને કંટ્રોલ રુમ કાર્યરત કરવામાં આવ્યા છે. પરિણામે, દર્દીના સ્વાસ્થ્ય અંગેની જરુરી જાણકારી પ્રાપ્ત થઈ શકશે.

મહત્વનું છે કે કોવિડ મહામારીના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ થઈ રહ્યા છે, ત્યારે આ દર્દીઓના સ્વજનોને પીવાના પાણી અને જરુરી સુવિધા મળી રહે તે માટેના જરુરી આદેશ અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલે દ્વારા આપવામાં આવ્યા છે. અમદાવાદ સીટી ડેપ્યુટીકલેક્ટર(પશ્ચિમ)ના સંકલનમાં રહી અન્ય બે ઉચ્ચ અધિકારીઓને આ સંદર્ભે જવાબદારી સોંપવામાં આવી છે. દર્દીના સ્વજનો કંટ્રોલ રૂમ નંબર -07927663735 પર ફોન કરીને માહિતી મેળવી શકે છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4,207 નવા કેસ નોંધાયા

રાજ્યમાં આજે 19 એપ્રિલે મહાનગરો નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદાવાદમાં સૌથી વધુ 4,207, સુરતમાં 1,879, રાજકોટમાં 663, વડોદરામાં 426, જામનગરમાં 279, ગાંધીનગરમાં 138 ભાવનગરમાં 124 અને જુનાગઢમાં 61 નવા કેસો સામે આવ્યાં છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ, અમદાવાદમાં 4 હજારનો આંકડો પાર થયો

g clip-path="url(#clip0_868_265)">