Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ, અમદાવાદમાં 4 હજારનો આંકડો પાર થયો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 19 એપ્રિલે કોરોનાના કારણે 117 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ, અમદાવાદમાં 4 હજારનો આંકડો પાર થયો
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 9:30 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં આજે 19 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે તો અમદાવાદમાં કોરોનાના નવા કેસનો આંકડો 4 હજારને આંકડો પાર થયો છે. રાજ્યમાં આજે 19 એપ્રિલે કોરોનાના કારણે 117 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

11,403 નવા કેસ, 117 મૃત્યુ રાજ્યમાં આજે 19 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 11,403 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 117 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, મહાનગરો અને જિલ્લાઓ પ્રમાણે મૃત્યુઆંક જોઈએ તો

સુરતમાં – 30 ( 2 મૃત્યુ જિલ્લામાં) અમદાવાદમાં – 23 મૃત્યુ, વડોદરામાં – 11 (3 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં – 10 (3 મૃત્યુ જિલ્લામાં), સુરેન્દ્રનગર – 6 મૃત્યુ, જામનગરમાં – 7 (3 મૃત્યુ જિલ્લામાં), ગાંધીનગરમાં – 3 (2 મૃત્યુ જિલ્લામાં), ભાવનગરમાં – 3 (2 મૃત્યુ જિલ્લામાં),

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભરૂચ અને મોરબીમાં 3-3 મૃત્યુ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં 2-2 દર્દીઓના મૃત્યુ અને અમરેલી, આણંદ,અરવલ્લી, બોટાદ, જુનાગઢ, પંચમહાલ, પાટણ અને સાબરકાંઠામાં 1-1 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5494 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,15,972 થઇ છે.

અમદાવાદમાં સૌથી વધુ 4207 નવા કેસ રાજ્યમાં આજે 19 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 4207, સુરતમાં 1879, રાજકોટમાં 663, વડોદરામાં 426, જામનગરમાં 279, ગાંધીનગરમાં 138 ભાવનગરમાં 124, અને જુનાગઢમાં 61 નવા કેસો સામે આવ્યાં છે.

3981 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 19 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 3981 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,41,724 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 82.15 ટકા થયો છે.

એક્ટીવ કેસ વધીને 68754 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 18 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 61,647 એક્ટીવ કેસ હતા, જે આજે 19 એપ્રિલે વધીને 68754 થયા છે.જેમાં 341 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 68,413 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,51,192 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 19 અપ્રિલના દિવસે કુલ 1,51,192 લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 89,59,960 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 14,79,244 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 72,341 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 69,795 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,04,39,204 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">