World Cup 2023 : અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન ( IND vs PAK) વચ્ચે ક્રિકેટ મેચને લઈ બે દિવસ અગાઉ BCCIને ઇમેઇલ મારફતે ધમકી ભર્યો મેઇલ કરવામાં આવ્યો હતો.મેઈલ મળતાની સાથે તાત્કાલીક ક્રાઈમ બ્રાંચે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ધમકી ભર્યો મેઈલ મોકલનાર આરોપી રાજકોટથી ( Rajkot ) પોલીસ સકંજામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાંચે રાજકોટથી ઈમેલ મોકલનાર કિશન નામના શખ્સની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો. જેમાં લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી છોડવા માટે થઈને આ ઈ-મેઈલ કરીને ધમકી આપી હતી. જોકે આજ થી જ અમદાવાદમાં ( Ahmedabad ) ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે. આ પહેલાથી જ અમદાવાદ પોલીસે અત્યારે શંકાસ્પદ તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદના મોટેરા આવેલુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 14 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાવવાની છે. જેને લઈ અત્યારથી જ પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં કુલ 21 DCP, 47 ACP, 131 PI, 4 આઈજી-ડીઆઈજી, 369 PSI સહિત 7000થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા કરવામાં આવશે.
જો કે સ્થાનિક પોલીસ સિવાય પણ 3 NSG ની ટીમ સાથે એક એન્ટી ડ્રોન ટીમ દ્વારા પણ સુરક્ષા કરવામાં આવશે. આ સાથે જ 5 QRT, 2 ચેતક કમાન્ડો, 3 BDS ટીમ, માઉન્ટેડ પોલીસ, 10 સીસીટીવી ટાવર સર્વેલાન્સ, 14 BDS ટીમ અને 2000 થી વધુ સીસીટીવી કેમેરાથી દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે.
મહત્વનું છે કે અમદાવાદમાં તેમજ સ્ટેડિયમની આજુ બાજુ 17 જેટલી સંવેદનશીલ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જ્યાં RAF ટુકડી પણ સુરક્ષામાં જોડાશે. જોકે સ્ટેડિયમમાં મેચ દરમિયાન મોબાઇલ સિવાય અન્ય વસ્તુઓ લઈ જવા દેવામાં નહિ આવે. જેમાં પાણીની બોટલ, ખાવાની સામગ્રી સહિત સંવેદનશીલ પોસ્ટર નહિ લઈ જવા દેવામાં આવે. પોલીસ કમિશનર કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે કોઈ ભડકાઉ પોસ્ટ ના કરે જેને લઈ સાયબર ક્રાઇમ ટીમ વોચ રાખી રહી છે.
Published On - 6:33 am, Wed, 11 October 23