AHMEDABAD : પ્લોટિંગ સ્કીમમાં રોકાણ કરતા પહેલા ચેતજો, અનેક રોકાણકારો સાથે છેતરપિંડી

|

Aug 08, 2021 | 11:13 PM

રોકાણ કરનાર લોકોના આક્ષેપ છે કે તેઓએ 2010માં પ્લોટ લઈને નાણાં આપી રોકાણ કર્યું જેને 12 વર્ષ થવા આવ્યા પણ હજુ સુધી કેટલાકને પ્લોટ નથી મળ્યા તો બ્રોસર પ્રમાણે સુવિધા પણ સ્કીમમાં ઉભી નથી કરવામાં આવી.

AHMEDABAD : પ્લોટિંગ સ્કીમમાં રોકાણ કરતા પહેલા ચેતજો, અનેક રોકાણકારો સાથે છેતરપિંડી
Beware before investing in a plotting scheme,

Follow us on

AHMEDABAD : જો તમે કોઈ પ્લોટમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો જરા ચેતજો. કેમ કે આવી જ રીતે પ્લોટમાં રોકાણ કરનાર લોકો હાલ પ્લોટિંગ સ્કીમ બહાર પાડનાર સામે આક્ષેપો કરી રહ્યા છે. કેટલાક લોકોનો આક્ષેપ છે કે 12 વર્ષ થયાં રોકાણને છતાં કેટલાકને પ્લોટ નથી મળ્યા તો બ્રોસર પ્રમાણે દર્શાવવામાં આવેલી સુવિધાઓ પણ ઉભી નથી કરાઈ. જેને લઈને આવા લોકોએ ન્યાય માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના દ્વાર ખખડાવ્યા છે.

કોરોના કાળ પહેલા લોકો વિવિધ ક્ષેત્રે રોકાણ કરતા હતા જેથી ભવિષ્યમાં તેઓને તકલીફ ન પડે. જે આશયથી કેટલાક મકાન લેતા તો કેટલાક પ્લોટ તો કેલાક દુકાન લેતા. આવી જ રીતે શહેરના કેટલાક લોકો એ નળસરોવર રોડ પર એટલે કે સાણંદમાં રેથલ ગામ પાસે 2010 પહેલા બહાર પડેલ સ્ટર્લિંગ ગ્રીનવુડ નામની સ્કીમમાં પ્લોટ લઈને રોકાણ કર્યું. જ્યારે તેઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપવાના દાવા કરાયા તો બ્રોસર પણ અપાયા. ત્યારે આજે તેમાંના જ કેટલાક લોકોએ સ્કીમના માલિકો પર આક્ષેપ કર્યા છે.

રોકાણ કરનાર લોકોના આક્ષેપ છે કે તેઓએ 2010માં પ્લોટ લઈને નાણાં આપી રોકાણ કર્યું જેને 12 વર્ષ થવા આવ્યા પણ હજુ સુધી કેટલાકને પ્લોટ નથી મળ્યા તો બ્રોસર પ્રમાણે સુવિધા પણ સ્કીમમાં ઉભી નથી કરવામાં આવી. જેની રોકાનકર્તાઓએ માલિકને જાણ કરી. જોકે બાદમાં અવાર નવાર સંપર્ક છતાં યોગ્ય પ્રતિસાદ નહિ મળતા પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાઈ આવતા ખોખરા અનેણય વિસ્તારના રોકાણકારોએ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના દરવાજા ખખડાવી ન્યાયની માંગ કરી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઉલ્લેખનીય છે કે સાણંદ નળસરોવર રોડ પર પ્લોટ સ્કીમ ઉભી કરીને તેના રોકાણ કરશે તેમને આગામી વર્ષમાં રોકાણ કર્યાં કરતા વધુ ભાવ પ્લોટના મળશે તેવુ દર્શાવવામાં આવ્યું હતું. સાથે જ બ્રોસરમાં સ્વિમિંગ પુલ સહિત વિવિધ સુવિધાઓ કે જે મોટા એપાર્ટમેન્ટમાં હોય તે આપવાનો દાવો કરાયો. જોકે આટઆટલા વર્ષ થયાં છતાં આમાથી કશું મળ્યું તો નહીં જ પણ રોકાણકારો તેમના નાણાં ફસાઈ ગયાનું માની રહ્યા છે.

ત્યારે આ સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં પહોંચતા સમિતિના પ્રમુખે આ પ્રકારના લોકોથી સાવધાન રહેવાની અપિલ કરીને 16 જેટલી મળેલી ફરિયાદ પ્રમાણે 16 નોટિસ સ્કીમના માલિકને આપી પ્રક્રિયા શરૂ કરી ભોગબનનારા વધુમાં વધુ લોકો સામે આવે તેવી અપીલ કરી.

એટલુ જ નહીં પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખના જણાવ્યા પ્રમાણે સાણંદ બાજુ માત્ર સ્ટર્લિંગ ગ્રીનવુડ કંપનીએ જ નહીં પણ અન્ય જિલ તેમજ અન્ય સ્કીમમાં પ્લોટ લેવા રોકાણ કરનાર ની આવી જ સ્થિતિ હોવાના આક્ષેપ કર્યા છે. જે અન્ય સ્કીમ માં વિવિધ નેતાઓએ પણ હાજરી આપી હતી.

અને જો તેમ હોય તો વિવિધ પ્લોટ સ્કીમમાં રોકાણ કર્તાઓ છેતરાયા હોવાની સંખ્યા ખૂબ વધી શકે છે. જે તપાસ થવી તેટલી જ જરૂર છે. પણ હાલ આ ઘટનાને લઈને રોકાણ કરનાર કે જેમના નાણાં ફસાયાનું તેઓ માની રહ્યા છે તેઓ નાણાં પરત મળે તેવી માંગ કરી રહ્યા છે સાથે જ સ્કીમમાં રોકાણ કરવા પર દુઃખ પણ અનુભવી રહ્યા છે. જેની સામે તેઓએ ન્યાય માટે માંગ કરી છે.

Next Article