Ahmedabad: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધુ 31 વિસ્તારનો ઉમેરો, આંકડો 357 પર પહોંચ્યો 

|

Apr 10, 2021 | 11:07 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Ahmedabad: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધુ 31 વિસ્તારનો ઉમેરો, આંકડો 357 પર પહોંચ્યો 
ફાઈલ ફોટો

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસના કેસનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, આજે 339 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 13 વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે, ત્યારે વધુ 31 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે.

 

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તેની સાથે જ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો 357 પર પહોંચ્યો છે. નવા વિસ્તારમાં ઓઢવના વલ્લભનગરના 110 મકાન અને 223 લોકો, ત્યારે બોપલના ઈસ્કોન પ્લેટનીયમના 176 મકાન અને 700 લોકો, થલતેજમાં સનરાઈઝ પાર્કના 200 મકાન અને 800 લોકો તે સિવાય ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, મણિનગર અને જોધપુરના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે.

 

 

રાજ્યમાં આજે નોંધાયા 5000થી વધુ કેસ 

રાજ્યમાં આજે 10 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 49 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ 16 –16 મૃત્યુ, રાજકોટમાં 8, વડોદરામાં 4, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 2-2, અને ભાવનગર, છોટાઉદેપુરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,746 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,42,026 થઈ છે.

 

 

અમદાવાદમાં 1,409 અને સુરતમાં 913 કેસ

રાજ્યમાં આજે 10 એપ્રિલે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 1,409, સુરતમાં 913 , રાજકોટમાં 462, વડોદરામાં 287, જામનગરમાં 164, ભાવનગરમાં 66 અને જુનાગઢમાં 48 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવાનો ક્રમ યથાવત રહ્યો છે.

 

 

આ પણ વાંચો: Junagadh: સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયા શરૂ, રોજ 15 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે

Next Article