Ahmedabad: રિક્ષામાં સફર કરતા લોકો સાવધાન! અમદાવાદમાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, આ રીતે ચોરીને આપતા અંજામ

|

Jun 27, 2024 | 7:12 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓટો રીક્ષામાં પેસેન્જરના સામાનની ચોરી કરતી ગેંગ પકડી પાડી છે. પોલીસે આ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. જો કે આ ચારમાંથી બે સભ્યો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. આ ગેંગના સભ્યોની પૂછપરછમાં ચોકાવનારી વિગતો સામે આવી છે.

Ahmedabad: રિક્ષામાં સફર કરતા લોકો સાવધાન! અમદાવાદમાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, આ રીતે ચોરીને આપતા અંજામ

Follow us on

અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ મથકમાં ઓટોરિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાનમાંથી રોકડા રૂપિયા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, તેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાન ચોરી કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે.

પોલીસે અમદાવાદના સરો ઉર્ફે બટ્ટમ, મોહસીન ઉર્ફે માંજરો, ફૈઝલખાન પઠાણ અને સુરતથી મુખ્ય આરોપી ફારુકખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી એક સીએનજી ઓટોરિક્ષા અને 48 હજાર રૂપિયા રોકડા મળી કુલ 1,28,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અમદાવાદના બાપુનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે તેની સાથે અન્ય ત્રણ જેટલી ચોરી કરી હોવાની પણ કબુલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે.

કોણ છે આ ગેંગના સભ્યો અને શું છે આ ગેંગની મોડસ ઓપરેન્ડી

પોલીસ દ્વારા ચારેય આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પેસેન્જરની નજર ચૂકવી તેનો સામાન ચોરી કરનારી આ ગેંગનો માસ્ટરમાઈન્ડ ફારુકખાન પઠાણ છે જે સુરત રહે છે. ચોરીમાં જે ઓટો રીક્ષા વપરાય છે તેનો માલિક ફૈઝલ છે અને ઓટો રિક્ષાનો ડ્રાઈવર સરો ઉર્ફે બટ્ટમ છે.

બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર
તમારી પત્નીને આ 5 વાતો ક્યારેય ન કહેતા, વધશે મુશ્કેલી
કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, સામે આવ્યું કારણ
વરસાદી મોસમમાં શરીરમાં આવે છે ખંજવાળ, તો અપનાવો આ ટીપ્સ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફારૂખખાન સુરતથી બસ મારફતે ચોરીને અંજામ આપવા માટે અમદાવાદ આવતો હતો અને આઠથી દસ દિવસ રોકાઈ ચારેય સભ્યો ચોરીઓને અંજામ આપતા હતા. ચારેય આરોપીઓ વર્ષ 2019થી એકબીજાના પરિચયમાં છે. એક જ રિક્ષામાં ચારેય સભ્યો નીકળતા હતા અને પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી ચોરીઓ કરતા હતા.

કેટલી ચોરીઓનો આપ્યો અંજામ

આ ગેંગ દ્વારા 25 એપ્રિલના સાંજના સમયે ઠક્કરનગર બ્રિજથી નિકોલ રિંગરોડ સુધીમાં એક પેસેન્જરના 20,000ની ચોરી કરી હતી. આ ઉપરાંત 24 જૂનના દિવસે સિવિલબ્રિજ નમસ્તે સર્કલ પાસેથી રિલાયન્સ મોલની સામે ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના 10,000 રૂપિયાની ચોરી કરી હતી, તેમજ બે મહિના પહેલા કૃષ્ણનગર ત્રણ રસ્તા સૈજપુર ટાવર સુધીમાં ઓટોરિક્ષામાં બે પેસેન્જર બેસાડી તેમની પાસેના 7000 અને બીજા પેસેન્જરના 5000 રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

શું છે આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ફારૂખખાન પઠાણ જે સુરત રહે છે તેના વિરુદ્ધ સુરતમાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં મારામારી, લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીનાં ગુનાઓ નોંધાય ચૂક્યા છે, તેમજ અમદાવાદના કારંજ અને માધુપુરામાં રીક્ષામાં પેસેન્જરનો બેસાડી સામાન ચોરી કર્યા હોવાનાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

ફારૂકખાન અગાઉ પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. તો બીજી તરફ આરોપી ફૈઝલખાન પઠાણ એક વર્ષ પહેલા અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પેસેન્જરોના સામાન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, અન્ય બે આરોપીઓ પહેલી વખત જ પોલીસ ચોપડે ચડ્યા છે.

હાલ તો પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને આ પેસેન્જરના સામાન ચોરની ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ અથવા તો આ ગેંગ દ્વારા અન્ય કોઈ જગ્યા પર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: માન્યામાં ન આવે તેવી વાત, અમદાવાદમાં એક શિક્ષક સાથે થઈ કરોડોની છેતરપિંડી, રૂપિયા પડાવી ભેજાબાજ આરોપી થયો વિદેશ ફરાર- વાંચો

Next Article