રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અહેમદ પટેલની પુત્રી સામેલ થઈ, શાંતિ- પ્રેમ – એકતા અને ભાઈચારાની યાત્રામાં તમામે જોડાઇ જવું જોઈએ : મુમતાઝ પટેલ

|

Dec 21, 2022 | 5:49 PM

મુમતાઝ પટેલે ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ જણાવ્યું હતું કે નફરત છોડો ,ભારત જોડો.... તેમણે હાંકલ કરી હતી કે હું બધાને વિનંતી કરું છું કે તમને જ્યારે પણ તક મળે આંદોલનમાં જોડાઈ જાઓ. આ રાજકારણ નથી. યાત્રાનો સંદેશ માત્ર શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારાનો છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અહેમદ પટેલની પુત્રી સામેલ થઈ, શાંતિ- પ્રેમ - એકતા અને ભાઈચારાની યાત્રામાં તમામે જોડાઇ જવું જોઈએ : મુમતાઝ પટેલ
Ahmed Patel's daughter Mumtaz joined the yatra

Follow us on

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ઉપર નીકળયા છે.  21 ડિસેમ્બરે તેમની ભારત જોડો યાત્રા સાથે હરિયાણામાં પ્રવેશી ત્રણ દિવસ ચાલ્યા બાદ યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હીમાં પ્રવેશ કરશે. અહીં કોંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે આ માટે પાર્ટીએ તેના તમામ મુખ્યમંત્રીઓ, સાંસદો, PCC, CLP, ધારાસભ્યો અને અન્ય ટોચના નેતાઓને 24 ડિસેમ્બરે દિલ્હી બોલાવ્યા છે. આ અગાઉ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ભારત જોડો યાત્રા અને તેના પ્રતિસાદ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. મંગળવારે યાત્રામાં સ્વર્ગીય કોંગી દિગ્ગ્જ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા હતા. મુમતાઝ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાન સક્રિય નજરે પડ્યા હતા જેમણે કોંગી નેતાઓ સાથે કાર્યકરોનું ધ્યાન પોતાના તરફ  ખેંચ્યું હતું.

અહેમદ પટેલની પુત્રી મુમતાઝ યાત્રામાં જોડાઈ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપ 27 વર્ષથી રાજ્યમાં સત્તામાં હતી  અને આ વખતે પણ તે પુનરાગમન માટે ભરપૂર પ્રયાસ કરી રહી હતી જ્યારે કોંગ્રેસ પક્ષમાં સંઘર્ષ જોવા મળી રહ્યો હતો. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે મુકાબલો ત્રિકોણીય જોવા મળી રહ્યો હતો. છેલ્લા લગભગ ત્રણ દાયકામાં આ પહેલી ચૂંટણી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટી તેના સૌથી વરિષ્ઠ નેતા અહેમદ પટેલ વિના ચૂંટણી લડી રહી હતી. કોરોનાને કારણે અહેમદ પટેલનું અવસાન થયું હતું. અહેમદ પટેલનો રાજકીય વારસો તેમની પુત્રી મુમતાઝ પટેલ સંભાળી રહ્યા છે. મુમતાઝે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા અને જીત અપાવવા ખુબ પરસેવો પાડ્યો હતો.

મુમતાઝ પટેલે ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ જણાવ્યું હતું કે નફરત છોડો ,ભારત જોડો…. તેમણે હાંકલ કરી હતી કે હું બધાને વિનંતી કરું છું કે તમને જ્યારે પણ તક મળે આંદોલનમાં જોડાઈ જાઓ. આ રાજકારણ નથી. યાત્રાનો સંદેશ માત્ર શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારાનો છે. રાહુલ ગાંધી માટે તેમણે  કહ્યું હતું કે હું રાહુલ ગાંધીજીને પ્રેમ અને એકતાના આ સંદેશને આગળ વધારવા અને ફેલાવવામાં સફળતાની શુભેચ્છા પાઠવું છું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અત્યાર સુધીમાં 8 રાજ્યોમાંથી યાત્રા પસાર થઈ છે

7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ‘ભારત જોડો યાત્રા’ અત્યાર સુધીમાં આઠ રાજ્યો – તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની પદયાત્રાએ અત્યાર સુધીમાં 2,800 કિલોમીટરનું અંતર કાપ્યું છે.

અનેક  હસ્તીઓ રાહુલની યાત્રામાં જોડાઈ છે

રાહુલ ગાંધીની અત્યાર સુધીની સફરમાં પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ, સ્વરા ભાસ્કર, રશ્મિ દેસાઈ, આકાંક્ષા પુરી અને અમોલ પાલેકર, પૂર્વ નેવી ચીફ એડમિરલ એલ રામદોસ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, NCPના સુપ્રિયા સુલે અને RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ સહિત અનેક હસ્તીઓ સામેલ થયા છે.

Published On - 5:47 pm, Wed, 21 December 22

Next Article