AHMEBADAD : મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો

|

Apr 13, 2021 | 6:35 PM

AHMEBADAD : ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ અમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો.

AHMEBADAD : મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો
સીએમનો સંવાદ

Follow us on

AHMEBADAD : ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ અમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો.જેમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહેલા તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સાથે આ કોન્ફરન્સ મારફતે સંવાદ કરીને સિવિલ હોસ્પિટલની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યા બાદ દર્દીઓમાં નવઉર્જાનો સંચાર થયો

કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમા કોરોના નોડલ તરીકે ફરજ બજાવતા ડૉ.કાર્તિકેય પરમાર કોરોના વોર્ડમાંથી સીઘા આ સંવાદમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ડૉ. કાર્તિકેય પરમારને કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી. ડૉ. કાર્તિકેય પરમારે પણ કોરોના હોસ્પિટલના સમગ્ર વ્યવસ્થાપન અને દર્દીઓની કરવામાં આવી રહેલી સારવાર પધ્ધતિથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને વાકેફ કર્યા હતા. તેઓએ સિવિલ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની સુપર સારવાર આપવામાં આવી રહી હોવાનું કહીને સરકાર દ્વારા જરૂરિયાત મુજબની તમામ સવલતો ત્વરીત ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

તબીબો સાથે વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો

કોરોનાની ૧૨૦૦ બેડ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં સારવાર લઇ રહેલા પૂર્વ પોલિસ જવાન ચંદ્ર બહાદૂર થાપા સાથે પણ મુખ્યમંત્રીશ્રીએ સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રીએ ચંદ્રકાંતભાઇ થાપાના ખબર અંતર પુછીને તેઓને મળી રહેલી સારવાર અંગેના તેમના પ્રતિભાવ તેમના શબ્દોમાં સાંભળ્યા હતા. કોરોનાગ્રસ્ત થયેલા ચંદ્રકાંત થાપાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહી હોવાનું જણાવી, અંહીના તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફથી લઇ સફાઇકર્મીઓ ખૂબ જ સેવાભાવી હોવાનું કહ્યું હતું. તેઓએ અહીના સ્ટાફ મિત્રો દ્વારા તેમની રાખવામાં આવી રહેલી દેખરેખ અને તેમની સારવાર પધ્ધતિ વિશે મુખ્યમંત્રી શ્રીને વિસ્તૃત માહિતી આપી સ્મિત સાથે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, રાજકોટ અને વડોદરાના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ, અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સહિત નિષ્ણાંત તબીબો જોડાયા હતા.

Published On - 6:30 pm, Tue, 13 April 21

Next Article