Agricultural Bill: કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા, આંદોલનથી દેશમાં અશાંતિનું વાતાવરણ ફેલાવાયું : દેવુસિંહ ચૌહાણ

|

Nov 19, 2021 | 3:03 PM

કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 18 મહિના સુધી ખેડૂતોને વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ, ખેડૂતો આખરે ન સમજતા આ નિર્ણય લેવાયો છે.

Agricultural Bill: કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા, આંદોલનથી દેશમાં અશાંતિનું વાતાવરણ ફેલાવાયું : દેવુસિંહ ચૌહાણ
Agricultural Bill:

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતાની સાથે જ દેશભરમાં ખેડૂતો અને રાજકીય આગોવાનોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં કેટલાક નેતાઓ આ નિર્ણયને ખેડૂતોના હિતમાં ગણાવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહે ચૌહાણે જણાવ્યું છેકે કેટલાક આંદોલનજીવી લોકોએ દેશનું વાતાવરણ સતત બગાડયું છે. અને, દેશને અસ્થિર કરવાના પ્રયત્નોને કારણે વડાપ્રધાન મોદીએ આ નિર્ણય લીધો હોવાનું તેમણે ઉમેર્યું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં લઇને કૃષિ કાયદાનો નિર્ણય લેવાયો હતો. અને, કેટલાક દેશ વિરોધી લોકોના કારણે ખેડૂતોને અયોગ્ય માર્ગે દોરવામાં આવ્યા. અને, વડાપ્રધાને આ નિર્ણય ભારે હૃદયે લીધો હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 18 મહિના સુધી ખેડૂતોને વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ, ખેડૂતો આખરે ન સમજતા આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પહેલીવાર દેશમાં આ કાયદાને કારણે ખેડૂતોને ખુબ જ ફાયદો થઇ રહ્યો હતો. અને, પહેલીવાર દેશના ખેડૂતોના બેંકના ખાતામાં સીધા જ દોઢ લાખ કરોડ જમા થયા છે. પરંતુ, કેટલાક લોકો ખેડૂતોનું હિત ઇચ્છી રહ્યાં નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન, કૃષિ કાયદા બાબતે મોટી જાહેરાત

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.

મોદીએ સંબોધન કરતાં કહ્યું, મારા વહાલા દેશવાસીઓ, આજે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુનાનકજયંતીનો પવિત્ર તહેવાર પણ છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. કે દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખૂલ્યો એ પણ ખૂબ જ આનંદદાયક બાબત છે. ગુરુનાનક દેવજીએ કહ્યું છે કે સંસારમાં સેવાનો મર્મ અપનાવવાથી જ જીવન સફળ થાય છે. અમારી સરકાર આ જ સેવા ભાવનાઓ સાથે દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે કાર્યરત છે. ન જાણે કેટલી પેઢીઓ સપનાં સાકાર થતાં જોવા માગતી હતી, ભારત એને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યો છે.

 

Next Article