Gujarati NewsGujaratAfter PMJAY Scam in Gujarat gujarat pmjay new sop guidelines
Breaking News : ગુજરાત સરકારે જાહેર કરી PMJAY યોજનાની નવી SoP, આ બીમારીઓ માટે કડક નિયમ જાહેર
સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોસ્પિટલ પર હવે નિયંત્રણ લાગશે. તાજેતરમાં કેટલીક હોસ્પિટલમાં PMJAY યોજનાના નામે જે દર્દીને જરૂર ન હોય તેવા દર્દીઓના પણ ઑપરેશન થયા હોય તેવા કેસ સામે આવ્યા હતા. તો કેટલીક જગ્યાએ પતરાની શેડ નીચે ચાલતી હોસ્પિટલમાં પણ આ યોજનાનો લાભ મળતો હતો. ત્યારે હવે આરોગ્ય પ્રધાન નવી માર્ગદર્શિકાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
Follow us on
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં PMJAY યોજનાના નામે થયેલા કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. PMJAY યોજના યોજના અંગે રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠકમાં આ માર્ગદર્શિકાને મંજૂરી આપી દેવામાં આવી હતી.જે પછી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા PMJAY યોજનાની SOP અંગે જાણકારી આપવામાં આવી છે.
સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોસ્પિટલ પર હવે નિયંત્રણ લાગશે. તાજેતરમાં કેટલીક હોસ્પિટલમાં PMJAY યોજનાના નામે જે દર્દીને જરૂર ન હોય તેવા દર્દીઓના પણ ઑપરેશન થયા હોય તેવા કેસ સામે આવ્યા હતા. તો કેટલીક જગ્યાએ પતરાની શેડ નીચે ચાલતી હોસ્પિટલમાં પણ આ યોજનાનો લાભ મળતો હતો. ત્યારે હવે આરોગ્ય પ્રધાન નવી માર્ગદર્શિકાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે video રેકોડીંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યુ છે. જેમા નીચે મુજબની તબીબી સારવાર નો સમાવેશ છે.
એન્જીઓગ્રાફી
એન્જીઓપ્લાસ્ટી
કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)
તમામ “Ectomy” અંતર્ગત સર્જરી (શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે.
યોજના હેઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)”નાં ઓછામાં ઓછા 30% “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલુ છે. જેમાં ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે.
હોસ્પિટલ દ્વારા સળંગ ૯માસ સુધી ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને “ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
યોજના અંતર્ગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂ. 3.51 કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલી છે.
નિયોનેટલ કેર
નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર અંગેની જુદી-જુદી રજુઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
NICU/SNCU (નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઇને CCTV ઇન્સટોલેશન કરવાનું રહેશે.
THO દ્વારા સમયાંતરે NICUની મુલાકાત લઇ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ ટુંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનીટર કરવામાં આવશે.
બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિઓનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઇમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવેલ છે છે.
પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.
કેન્સરની સારવાર
નિષ્ણાંત તબીબોના સૂચનબાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કિ કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.
દર્દી ને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી) માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ) માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.
કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
મહીલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.
રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
કાર્ડિયોલોજી સેવાઓ
દર્દીના હીતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધેલ છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે.
ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે.
હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.