113 દિવસની લડાઈ બાદ 59 વર્ષનાં દર્દીએ કોરોનાને આપી માત, વોરીયરને મળવા સોલા સિવિલ પહોચ્યા નીતિન પટેલ

113 દિવસની લડાઈ બાદ 59 વર્ષનાં દર્દીએ કોરોનાને આપી માત, વોરીયરને મળવા સોલા સિવિલ પહોચ્યા નીતિન પટેલ

DyCM નીતિન પટેલે આજે સોલા સિવિલની મુલાકાત લઇને 113 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપનાર દર્દીને મળ્યા હતા. 59 વર્ષના દેવેન્દ્ર પરમાર નામના દર્દીએ 113 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવતા, નીતિન પટેલે ફૂલથી દર્દીનું સ્વાગત કર્યું હતું અને આ દર્દીને મળીને તેમના હાલચાલ પૂછ્યા હતા. દર્દીને રજા આપવા તથા તમામ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન […]

Pinak Shukla

|

Dec 18, 2020 | 3:47 PM

DyCM નીતિન પટેલે આજે સોલા સિવિલની મુલાકાત લઇને 113 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપનાર દર્દીને મળ્યા હતા. 59 વર્ષના દેવેન્દ્ર પરમાર નામના દર્દીએ 113 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવતા, નીતિન પટેલે ફૂલથી દર્દીનું સ્વાગત કર્યું હતું અને આ દર્દીને મળીને તેમના હાલચાલ પૂછ્યા હતા. દર્દીને રજા આપવા તથા તમામ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપવા નીતિન પટેલ આજે સોલા સિવિલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

મહત્વનું છે કે અત્યાર સુધીની કોરોનામાં સૌથી લાંબી ચાલેલી સારવારનો કિસ્સો અમદાવાદના સોલા હોસ્પિટલમાં સામે આવ્યો છે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં આટલી લાંબી સારવાર લેનાર દેવેન્દ્ર પરમાર પહેલા દર્દી છે. 113 દિવસની સારવારમાં દેવેન્દ્ર પરમારને 90 દિવસ સુધી તો ICUમાં રાખવામાં રહ્યા હતા.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati