પત્નીની હત્યા કરી, જેલમાંથી જામીન પર બહાર આવ્યો, બીજા લગ્ન કરી હરિયાણામાં રહેતો આરોપી 9 વર્ષે ઝડપાયો
સુરતના સચિન પોલીસે, ઓપરેશન કારાવાસ હેઠળ, પત્નીના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપી આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને હરિયાણાના ગુરુગ્રામથી પકડી પાડવામાં આવ્યો છે. ફરાર આરોપી, ગુજરાત પોલીસની પકડથી બચવા માટે આરોપી સુરેન્દ્ર બીજા લગ્ન કરીને, પરિવારથી સંપર્ક વિહોણો રહેતો હતો. આ ઉપરાંત સતત લોકેશન બદલતો રહેતો હતો.
ગુજરાતમાં એકવાર ગુનો આચર્યા બાદ જેલવાસ ભોગવી રહેલા કેટલાક ગુનેગારો પેરોલ કે જામીન પર બહાર આવીને, ફરાર થઈ ગયા હોવાના પણ બનાવ બન્યા છે. આવા આરોપીને પાછા પકડીને જેલના સળીયાની પાછળ ધકેલવા માટે ગુજરાત પોલીસે, સમગ્ર રાજ્યમાં ઓપરેશન કારાવાસ હાથ ધર્યું છે. જે અંતર્ગત ફરાર ખુંખાર આરોપીઓને પકડીને પાછા જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. આ ઓપરેશન કારાવાસ અંતર્ગત સુરત પોલીસને, 9 વર્ષ પહેલા પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપી આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને પકડવામાં સફળતા સાંપડી છે.
સુરતના સચિન પોલીસે, પત્નીના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપી આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને હરિયાણાના ગુરુગ્રામથી પકડી પાડવામાં આવ્યો છે. ફરાર આરોપી, ગુજરાત પોલીસની પકડથી બચવા માટે બીજા લગ્ન કરીને, પરિવારથી સંપર્ક વિહોણો રહેતો હતો. આ ઉપરાંત સતત લોકેશન બદલતો રહેતો હતો.
ગુજરાત પોલીસે ઓપરેશન કારાવાસ હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે, જેમાં છેલ્લા 15 દિવસમાં 41 ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત DGP વિકાસ સહાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જામીન અથવા પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરેલા આરોપીઓને પકડવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલા 41 આરોપીઓમાંથી 9 આરોપી 5 વર્ષ કરતા વધુ સમયથી, 6 આરોપી 10 વર્ષથી વધુ સમયથી, અને 3 આરોપી તો 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા હતા. આ આરોપીઓની ધરપકડ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ કરવામાં આવી છે, જેના માટે વિશેષ ટીમોએ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. વધુમાં, જે 25 આરોપીઓ હવે હયાત નથી, તેમના નામ રેકોર્ડ પરથી કાઢી નાખવાની કાર્યવાહી પણ પ્રગતિમાં છે. આ ઓપરેશન ગુજરાત પોલીસની ગુનાખોરી સામેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.