AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું

Rajkot: રાજકોટમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં રૂફ્ટોપ ખોલીને ઉભેલી બાળકીને ગાડી નાળામાં જતા ગંભીર ઈજા પહોંચી. ત્યાં ઉપસ્થિત મેયરે તાત્કાલિક મદદ કરી.

મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું
Accident of a girl standing in a car after opening the rooftop, the mayor of Rajkot helped
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:35 AM
Share

રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર ડો.પ્રદિપ ડવે અકસ્માતમાં ઇજા પામેલી એક દિકરીને તાકિદે પોતાની કારમાં હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીને માનવતાનું ઉત્કર્ષ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ઇજાગ્રસ્ત દિકરીની હાલત હાલ સ્થિર છે અને તેને માથાના ભાગે ૧૭ જેટલા ટાંકા આવ્યા છે.

ગુરૂવારે રાત્રીના ૧૦-૩૦ વાગ્યાનો સમયે રાજકોટના હેમુ ગઢવી હોલ નજીકના નાળા પાસે ટ્રાફિક જામ હતો અને તે સમયે જ રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ રેસકોર્ષ ખાતેના મેયર બંગલોથી પોતાના મવડી સ્થિત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે હેમુ ગઢવી હોલ નજીક નાળા પાસે ટ્રાફિક જામ હતો. મેયરે ત્યાં પહોંચીને જોયું તો એક કાર નાળાની વચ્ચે ઉભી હતી. મેયરે ત્યાં જોયું તો કારમાં સનરૂફ ખોલીને ઉભી કરેલી એક દિકરી લોહિ લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થઇ હતી. દિકરીની હાલત જોઇને તેના પિતા હેબતાય ગયા હતા અને તેઓ કારને હંકારી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા. તુરંત જ મેયરે કાર નજીક જઇને પરિવારજનોને આશ્વાસન આપ્યું અને કારમાંથી પરિવારને બહાર કાઢ્યો.

ઇજાગ્રસ્ત દિકરીને કારમાંથી બહાર કાઢી. મેયરે તેમના ડ્રાઇવરને સૂચના આપી અને તાત્કાલિક પોતાની ગાડીમાં પરિવારને ઇજાગ્રસ્ત બાળકી સાથે રવાના કર્યો. મેયરે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુ સહિતની તૈયારીઓ અને ડોક્ટરની ટીમ તૈનાત રાખવા પણ સૂચના આપી દીધી હતી. સદ્દનસીબે બાળકીને જીવલેણ ઇજા પહોંચી ન હતી અને તેને ૧૭ જેટલા ટાંકા આવ્યા.

પિતાને ખબર ન હતી અને દિકરીએ રૂફટોપ ખોલી નાખ્યું

ઇજાગ્રસ્ત દિકરી પરિવાર સાથે નીકળ્યા હતા અને કારની સ્પીડ ૪૦ ની હતી. કાર નાળામાંથી પસાર થઇ ત્યારે દિકરીના પિતાને ખબર ન હતી કે તેની દિકરી રૂફટોપ ખોલીને ઉભી છે. જેથી નાળામાંથી કાર પસાર થતાની સાથે જ દિકરી લોખંડના પાઇપ સાથે અથડાય અને માથાના ભાગે તેને ગંભીર ઇજા પહોંચી હતી.

હાલમાં સ્થિતિ સારી છે, સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવતા રાહત

સામાન્ય રીતે માથાના ભાગે ઇજા પહોંચતા હેમરેજનો ડર રહેતો હોય છે. દિકરી જ્યારે ઇજાગ્રસ્ત હતી ત્યારે તે ધ્રુજતી હતી અને તેની સ્થિતિ જોતા તેને જીવલેણ ઇજા પહોંચી હશે તેવું સૌ કોઇ માની રહ્યા હતા. પરંતુ સદ્દનસીબે સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવતા મેયર સહિત તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.બાળકીને ટાંકા આવ્યા છે અને હાલ તેની તબિયત સ્થિર છે. મેયરના આ માનવતા ભર્યા અભિગમને સૌ કોઇ બિરદાવી રહ્યા છે અને ખરા અર્થમાં પોતે શહેરના પ્રથમ નાગરિક તરીકેની ફરજ પણ બજાવી છે.

આ પણ વાંચો: Mandi: મોરબીના વાંકાનેર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8755 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો: અમદાવાદમાં 50 હજાર પ્રતિકિલોના ભાવે વેચાઈ રહી છે આ ખાસ મીઠાઈ, 30 કિલોનું છે એડવાન્સ બુકિંગ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">