અમદાવાદમાં 50 હજાર પ્રતિકિલોના ભાવે વેચાઈ રહી છે આ ખાસ મીઠાઈ, 30 કિલોનું છે એડવાન્સ બુકિંગ

દિવાળીમાં મીઠાઈનું ખુબ મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો? અમદાવાદની એક દુકાનમાં 50 હજાર પ્રતિકિલોની મીઠાઈ બનાવવામાં આવી છે. અને આ મીઠાઈ વેચાઈ પણ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:58 AM

દિવાળીનું પર્વ આવી રહ્યું છે. સૌ કોઈ મીઠાઈ સહિતની વસ્તુઓની ખરીદી થઈ રહી છે. બે વર્ષ પછી આ વર્ષે લોકો દિવાળીના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને તેથી આ વર્ષની દિવાળી ખાસ છે. આ દિવાળીને વધુ ખાસ બનાવે છે મીઠાઈઓ. આમાં મોંઘી મીઠાઈની વાત કરીએ તો એક કે બે હજાર રૂપિયાની કિલો નહીં પણ બજારમાં એવી પણ મીઠાઈઓ મળી રહી છે, જેના ભાવ જાણીને તમારા હોશ ઉડી જશે. જી હા આ મોંધી મીઠાઈઓ જે ધૂમ મચાવી રહી છે તેની કિંમત 50 હજાર રૂપયા પ્રતિકિલો અને 25 હજાર રૂપિયા પ્રતિકિલો છે

સાંભળીને જ આંખો પહોળી થઈ જાય એવી આ મીઠાઈઓ હાલ વેચાઈ રહી છે. શહેરની એક મીઠાઈની જાણીતી બ્રાન્ડે આ વર્ષે 50 હજાર પ્રતિ કિલોના ભાવની ગોલ્ડન પિસ્તા નોજા ડિલાઈટ મીઠાઈ અને 25 હજાર પ્રતિ કિલોના ભાવની ગોલ્ડન આલમોન્ડ બોલ જેવી મીઠાઈ બનાવી છે. આ મીઠાઈ પર 24 કેરેટ સોનાના વરખની સાથે મોંઘા ડ્રાયફ્રુટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આટલી મોંઘવારીમાં પણ આ મોંઘી મીઠાઈનું 30 કિલોગ્રામનું એડવાન્સ બુકિંગ થઇ ચૂક્યું છે. જેને લઈને મીઠાઈની દુકાનના માલિક ખૂબ જ ખુશ છે.

 

આ પણ વાંચો: મેડિકલ સ્ટોર માફીયાઓ બેફામ: ફાર્માસિસ્ટ વિના ચાલતા સ્ટોરની 3 હજાર ફરિયાદો, ફાર્મસી કાઉન્સિલે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો: Ahmedabad: લો બોલો! હોંશેહોંશે શરુ કરેલું સી-પ્લેન બંધ, હેલિપેડ બનાવવા અને 2 નવા સી-પ્લેન ખરીદવાની તૈયારીઓ!

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">