AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એક વિદ્યાર્થિનીનું મોત

પ્રત્યક્ષદર્શીની પુછપરછ કરતા સામે આવ્યું કે કોલેજની બસ ઉભી હતી. તેવામાં એસટી બસ ગફલત પૂર્વક ચલાવી પાછળથી બસ સાથે અથડાઈ અકસ્માત સર્જાયો.

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એક વિદ્યાર્થિનીનું મોત
Accident between ST and private bus on Ahmedabad Express Highway, death of a female student
Mihir Soni
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:23 PM
Share

અમદાવાદ (Ahmedabad) એક્સપ્રેસ હાઇવે પર એસટી બસ  (ST) અને લકઝરી (Private) બસ વચ્ચે અકસ્માત (Accident) સર્જાતા એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. જ્યારે 10 જેટલા લોકોને ઇજા પહોંચી છે. પોલીસ તપાસમાં એસ.ટી બસની બેદરકારી કારણે અકસ્માત સર્જાયો હોવાથી (Traffic police station)આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં 304 a મુજબનો એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

CTM વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે વહેલી સવારે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જવા માટે વળાંક પર પહેલેથી જ ઉભી રહેલ ખાનગી લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેનાથી ખાનગી લકઝરી બસની આગળ ઉભા રહેલા લોકોને ઇજા થઇ હતી. જેમાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે જ ખાનગી બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ, બસની રાહ ઉભા રહેલા લોકો અને એસટી બસ ચાલક ,કંડકટર અને મુસાફરો મળી 10 લોકો ઇજા પહોંચી હતી. પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત 19 વર્ષીય સ્માર્ટ શાપરિયાનું સારવાર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 2 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરી પ્રત્યક્ષદર્શીની પુછપરછ કરતા સામે આવ્યું કે કોલેજની બસ ઉભી હતી. તેવામાં એસટી બસ ગફલત પૂર્વક ચલાવી પાછળથી બસ સાથે અથડાઈ અકસ્માત સર્જાયો. જે એસટી બસની બેદરકારીના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું. જે વિદ્યાર્થિની સ્માર્ટ ચારુસ્ટ કોલેજમાં એન્જીનીયર પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. ખાનગી બસમાં બેઠેલા તમામ વિધાર્થીઓ અને 5 જેટલા ઇજાગ્રસ્ત ચારુસ્ટ કોલેજના છે. એસટી બસનો ચાલક ,કંડકટર અને 3 મુસાફરો મળી 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. જે એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : હડતાળ પર ઉતરેલા તબીબોની ચીમકી, પ્રશ્નો હલ નહિ થાય તો રાજ્યમાં તબીબી સેવાઓ ખોરવાશે, જિલ્લાના 330 તબીબો હડતાળ પર

આ પણ વાંચો : Chhota Udepur: અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ, ભેખડિયાના ગ્રામજનોએ બોરની આરતી કરીને વિરોધ નોંધાવ્યો

g clip-path="url(#clip0_868_265)">