AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ભરૂચ રેલવે સ્ટેશન પર RPF જવાની સતર્કતાના કારણે મહિલા અને 2 મહિનાની બાળકીનો જીવ બચ્યો

ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડી હતી. જે બાદ આરપીએફ જવાને જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા-પુત્રનો જીવ બચાવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલની હિંમત અને સમય સૂચકતાએ આજે ભરૂચ રેલવે સ્ટેશને બે લોકોના […]

VIDEO: ભરૂચ રેલવે સ્ટેશન પર RPF જવાની સતર્કતાના કારણે મહિલા અને 2 મહિનાની બાળકીનો જીવ બચ્યો
Ankit Modi
| Edited By: | Updated on: Aug 24, 2019 | 3:43 PM
Share

ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડી હતી. જે બાદ આરપીએફ જવાને જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા-પુત્રનો જીવ બચાવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલની હિંમત અને સમય સૂચકતાએ આજે ભરૂચ રેલવે સ્ટેશને બે લોકોના જીવ બચ્યા છે. ભરૂચથી સુરત જવા નીકળેલા મૂળ કર્ણાટકના ફારૂક પટેલ તેમના પત્ની સબિના અને બે માસની બાળકી અસ્મા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. ભરૂચ વિરાર મેમુ ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ઉભી હતી જેમાં ફારૂક પટેલ ચડી ગયા હતા જયારે બાળકી માટે ખરીદી કરવા સ્ટોલ ઉપર સબિના તેની પુત્રી સાથે રોકાઈ હતી પરંતુ આ દરમિયાન  અચાનક ટ્રેન ઉપડી હતી. મેમુ ટ્રેન તરત જ સ્પીડ પકડી લેતા બાળકી સાથે સબીનાનું ચાલુ ટ્રેનમાં ચડવું મુશ્કેલ બન્યું હતું.

પતિએ ટ્રેન શરુ થતા તરત જ પત્નીને ટ્રેન તરફ આવવા ઈશારો કર્યો પરંતુ મહિલા ટ્રેન સુધી પહોંચે તે પૂર્વે ગતિ ખુબ તેજ થઇ હતી હતી. ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં મહિલા બાળકી સાથે લટકી પડી હતી. લોકોએ બુમરાણ મચાવતા નજીકથી પસાર થતા આરપીએફ કોન્સ્ટેબલ હિરેન વાણીની નજર મહિલા અને બાળકી ઉપર પડી હતી. કોન્સ્ટેબલે જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા પુત્રનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન મહિલાના પતિએ ચેઇન પૂલિંગ કરી ટ્રેન અટકાવી પત્ની અને બાળકી તરફ દોડી ગયો હતો. સદનશીબે ઘટનામાં માતા અને પુત્રી બંનેનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચ આર પીએફના પોલીસ ઇન્સ્પેકટર મુકેશકુમાર મીનાએ મામલાને લઇ જણાવ્યું હતું કે આ પ્રકારનું જોખમી પગલું પ્રાણઘાતક સાબિત થઇ શકે છે. દુર્ઘટનાનો ભોગ બનવા કરતા આવા જોખમ ઉઠાવવાથઈ મુસાફરોએ દૂર રહેવું જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">