SURAT : એક એવી સ્ટ્રીટ, જ્યાં 3 ફૂટના મકાનમાં રહે છે લોકો ! જાણો ક્યાં આવેલી છે આ શેરી

તમેં વિચારતા હશો કે આટલા નાના ઘરમાં પરિવાર રહેતા કેવી રીતે હશે. પણ આટલા સાંકડા મકાનમાં જ તેમનું રસોડું, બેડરૂમ, લિવિંગરૂમ અને બાથરૂમ બધું જ આવી જાય છે.

SURAT : એક એવી સ્ટ્રીટ, જ્યાં 3 ફૂટના મકાનમાં રહે છે લોકો ! જાણો ક્યાં આવેલી છે આ શેરી
A street in Surat in rander area where people live in a 3 feet house
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:15 AM

SURAT : સુરત જેવા શહેરમાં લોકો આલીશાન ફ્લેટ અથવા તો મોટા મકાનના સપના જોતા હોય છે. આ ઘર પણ લોકોને કદાચ નાના લાગે. પરંતુ સુરતમાં એક એવી પણ ગલી છે જ્યાંના લોકો સ્કવેર ફૂટમાં નહીં પણ 3 કે 4 ફૂટના મકાનોમાં રહે છે. સાંભળીને નવાઈ લાગી હશે. સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલી ટીમલા સ્ટ્રીટ એક એવી ગલી છે જ્યાં આખી શેરીમાં આવા નાના મકાનો જ જોવા મળશે.

અહીં રહેતા પરિવારોએ બાપદાદાના વારસાને સાચવી રાખ્યો છે અને એટલા માટે જ આ મકાનો છોડીને કે વેચીને જતા નથી. ઘરની લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ માત્ર 2 કે 3 ફૂટ જ હશે. તમેં વિચારતા હશો કે આટલા નાના ઘરમાં પરિવાર રહેતા કેવી રીતે હશે. પણ આટલા સાંકડા મકાનમાં જ તેમનું રસોડું, બેડરૂમ, લિવિંગરૂમ અને બાથરૂમ બધું જ આવી જાય છે. સામાન્ય ઘરોમાં તેના અલગ અલગ રૂમ હોય છે. પણ આ ઘરોમાં એવું નથી. લાંબી અને સાંકડી જગ્યામાં આ બધું જ આવી જાય છે.

A street in Surat in rander area where people live in a 3 feet house

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

સ્થાનિક રહેવાસી મયુર રાંદેરિયા કહે છે કે તેમના આ મકાનો લગભગ સો વર્ષ જુના હશે. બાપદાદાના જમાનાના આ મકાનો આજે તેમનો વારસો છે. તેમના કહેવા પ્રમાણે પરિવારમાં ભાઈઓ વચ્ચે જયારે ભાગલા પડતા ગયા ત્યારે મકાનોને આ રીતે વહેંચવામાં આવ્યા. આજે આ સાંકડા ઘરમાં રહેવા માટે તેઓ ટેવાઈ ગયા છે અને એટલા માટે આ મકાનોને છોડીને કે વેચીને જવા તૈયાર નથી.

અન્ય એક સ્થાનિક રમીલાબેન ખારવા કહે છે કે ઘરે જયારે મહેમાન આવે છે ત્યારે તેમને તકલીફ પડે છે, એટલું જ નહીં જયારે ઘરમાં લગ્ન કે મરણ જેવા પ્રસંગો આવે છે ત્યારે પણ વધુ લોકો આવી જવાથી આટલા સાંકડા મકાનોમાં તેમને મુશ્કેલી પણ ઉભી થાય છે. પણ તેમ છતાં આજે આ મકાનો તેમના માટે ખુબ મહત્વ ધરાવે છે.

આજે જયારે મેટ્રો સીટી શહેરમાં એક મોટું અને સુંદર મકાન હોવાનું સપનું દરેક લોકો જુએ છે ત્યારે આ વિસ્તાર એક એવો છે જ્યાં મકાન ભલે નાના હોય પણ અહીં રહેતા લોકો માટે હૃદયની ખુબ નજીક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">