AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: વાપીમાં 9 વર્ષની બાળકીની લટકતી મળેલી લાશના પીએમમાં થયો આ મોટો ખુલાસો

વાપીમાં 9 વર્ષની બાળકીની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ ટીવીનો અવાજ વધારી દઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. અતિ દર્દનાક આ ઘટનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકીની હત્યા કર્યા બાદ આરોપી માસૂમ બાળકીને દુપટ્ટા વડે બાંધી પંખા […]

VIDEO: વાપીમાં 9 વર્ષની બાળકીની લટકતી મળેલી લાશના પીએમમાં થયો આ મોટો ખુલાસો
| Updated on: Feb 09, 2020 | 5:21 AM
Share

વાપીમાં 9 વર્ષની બાળકીની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ ટીવીનો અવાજ વધારી દઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. અતિ દર્દનાક આ ઘટનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકીની હત્યા કર્યા બાદ આરોપી માસૂમ બાળકીને દુપટ્ટા વડે બાંધી પંખા સાથે લટકાવીને ભાગી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આરોપીએ બાળકી એકલી હોવાનો લાભ લઈ આ કાળી કરતૂતને અંજામ આપ્યો હતો. બાળકીની માતા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતી હોવાથી બાળકી બપોર પછી રૂમમાં એકલી જ રહેતી હતી. આ એકલતાનો લાભ લઈને આરોપી રૂમમાં ઘૂસી ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી હતી. પડોશમાં રહેતી મહિલા જ્યારે થાળી આપવા ગઈ ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આરોપી થોડા સમય પહેલાં જ બિહારથી વાપી આવી નોકરીએ લાગ્યો હતો. બિલકુલ અભણ આરોપી બપોરે 2થી 4 વાગ્યા વચ્ચે ઘટનાને અંજામ આપી કંઈક થયું જ નથી તે રીતે તેના વિસ્તારમાં ફરી રહ્યો હતો. 2-3 સ્થાનિકે તેને બાળકીના ઘરે ઘટનાના દિવસે ફેરો મારતા જોયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં શંકાના આધારે પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">