VIDEO: વડોદરાના હાથીખાનામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે વધુ 8 આરોપીની હથીયારો સાથે કરી ધરપકડ

|

Dec 23, 2019 | 5:23 AM

વડોદરાના હાથીખાના વિસ્તારમાં CAAના વિરોધ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં પોલીસે વધુ આઠ શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે જ ધરપકડનો આંક 16 પર પહોંચી ગયો છે. ઝડપાયેલા આઠેય આરોપીઓ પાસેથી પોલીસે ગુપ્તી તલવાર અને ચપ્પુ સહિતના હથિયારો જપ્ત કર્યા છે. ત્યારે પોલીસે આઠેય આરોપીઓ સામે અલાયદો ગુનો નોંધ્યો છે. આ પણ વાંચો: VIDEO: દિલ્લીમાં નાગરિકત્વના કાયદા […]

VIDEO: વડોદરાના હાથીખાનામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે વધુ 8 આરોપીની હથીયારો સાથે કરી ધરપકડ

Follow us on

વડોદરાના હાથીખાના વિસ્તારમાં CAAના વિરોધ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં પોલીસે વધુ આઠ શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે જ ધરપકડનો આંક 16 પર પહોંચી ગયો છે. ઝડપાયેલા આઠેય આરોપીઓ પાસેથી પોલીસે ગુપ્તી તલવાર અને ચપ્પુ સહિતના હથિયારો જપ્ત કર્યા છે. ત્યારે પોલીસે આઠેય આરોપીઓ સામે અલાયદો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: VIDEO: દિલ્લીમાં નાગરિકત્વના કાયદા સામે કોંગ્રેસ કરશે વિરોધ, રાજઘાટ ખાતે કોંગ્રેસનો સત્યાગ્રહ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પોલીસે જે આઠ શખ્સોને ઝડપ્યા છે તેમાં આતિક સૈયદ, મોહમદ પઠાણ, તનવીર શેખ, તાહિર શેખ, સાજીદ મલેક, સજ્જાદ શેખ, સમઝાન સોલંકી અને મુસ્તાક શેખનો સમાવેશ થાય છે. રાયોટીંગ, સરકારી કર્મચારી પર હુમલો અને હત્યાની કોશિશના ગુના હેઠળ પોલીસે આ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના દાવા પ્રમાણે શહેરની શાંતિને પલીતો ચાંપવા માટે આ શખ્સોએ પહેલેથી જ કાવતરું ઘડી કાઢ્યું હતું અને હાથીખાના વિસ્તારમાં ડોલની અંદર પથ્થરો ભરી રાખ્યા હતા. તેઓ પથ્થરમારો કરીને હાથીખાના માર્કેટના પાછળના ભાગેથી ફરાર થઈ ગયા હતા. જ્યાં ઈમરાન ખાન નામના શખ્સે તેમને ઘરમાં આશરો આપ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે તમામને ઝડપી પાડ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article