AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં અરેરાટી ભરી ઘટના: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 5 મજૂરોનું મોત, 20 સારવાર હેઠળ

Surat માં અરેરાટી ભરી ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 6 મજૂરોનું મોત થયું છે.

Surat માં અરેરાટી ભરી ઘટના: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 5 મજૂરોનું મોત, 20 સારવાર હેઠળ
6 workers killed in chemical tanker leak in Surat
| Updated on: Jan 06, 2022 | 7:58 AM
Share

Surat: સુરતમાં અઈચ્છનીય ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સચિન GIDC માં (Sachin GIDS) કેમિકલ ટેન્કર (chemical tanker truck) લીકેજ થતાં ગૂંગળામણથી 6 મજૂરના મોત થયાના અહેવાલ છે. તો આ દુર્ઘટનામાં 14 મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં અસરગ્રસ્ત તમામને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા છે.

જણાવી દઈએ કે સચિન GIDCમાં રોડ બાજુએ કેમિકલ ભરેલું ટેન્કર પાર્ક કરેલું હતું. પાર્ક કરેલ આ ટેન્કર લીકેજ થતા દુર્ઘટના ઘટી છે. તો ત્યારે આ ટેન્કર જ્યાં પડ્યું હતું એ રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર ટેન્કરની થોડે દૂર મજૂરો સૂતા હતા. તો વહેલી સવારે આ ઘટના ઘટ્યા બાદ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે.

વડોદરામાં બોઈલર બ્લાસ્ટે લીધા હતા જીવ

વડોદરાના મકરપુરા GIDCમાં કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર ફાટવાના કેસમાં પોલીસે કંપનીના ડાયરેક્ટર્સની ધરપકડ કરી હતી. કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે બોઇલર ફાટતા માતા પુત્રી સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા.

આ ઘટનામાં 11 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. કંપનીના દસ્તાવેજો તપાસ કરાતા સામે આવ્યું હતું કે કંપનીમાં મશીનરી લેઆઉટ પ્લાન મુજબ બોઇલર શેડની સ્ટોરરૂમમાં દર્શાવાયું હતું. પરંતુ સ્ટોરરૂમની જગ્યાએ તે સ્થળનો ઉપયોગ માનવીના રહેણાંક માટે થતો હતો. જે કંપનીની ગંભીર બેદરકારી હતી.

પંચમહાલ કંપની બ્લાસ્ટ

ડિસેમ્બરના મધ્યમાં રણજીતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકાનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જ્યારે 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી.સેફ્ટી કીટ પહેરીને ફાયરની ટીમો કંપનીની અંદર પ્રવેશી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

GFL કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં બીજા દિવસે મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો હતો. ત્યારે બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવતા 5 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: કચ્છના આ વિસ્તારમાં ઓઇલ અને નેચરલ ગેસનો ભંડાર, PDEU ના રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વિગતો

આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ વચ્ચે પણ ફ્લાવર શો કરવા AMC ની હઠ, શો રદ કરાવવા કોંગ્રેસ પહોંચી હાઈકોર્ટના દરવાજે

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">