ભાવનગરની મેડિકલ કોલેજમાં 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ અને રેગિંગ કરનાર 4 ‘શૈતાન’ સિનિયર્સને કરાયા સસ્પેન્ડ, જુઓ Video
ભાવનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોકટરના રુપમાં રહેતા શેતાનોએ જુનિયર ડોકટરનું રેગિંગ કરતા ચકચાર મચી છે. જેની કાર્યવાહીની ભાગરુપે રેગિંગ કરનાર 4 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા છે.

ભાવનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોકટરના રુપમાં રહેતા શેતાનોએ જુનિયર ડોકટરનું રેગિંગ કરતા ચકચાર મચી છે. ભાવનગર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો સાથે થયેલી રેગીંગની ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે NSUI પણ મેદાનમાં આવ્યુ હતું.
NSUI દ્વારા મેડિકલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે પહોંચીને ડીનની ઓફિસમાં સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક કડક પગલા લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેની કાર્યવાહીના ભાગ રુપે એન્ટી રેગીંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી. જેમાં 4 વિદ્યાર્થીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આ ડોકટરને ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ડોક્ટર્સ છે કે ગુંડા તત્વો? 6 માર્ચે 3 વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના#Bhavnagar #Gujarat #Tv9News #TV9Gujarati pic.twitter.com/dzDHFIgVxY
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2025
પીડિતોએ જણાવી આપવીતી
ભાવનગરની મેડિકલ કોલેજમાં અપહરણ અને રેગિંગથી પીડિતોએ આપવીતી જણાવતા કહ્યું કે રેગિંગ કરનાર ડોક્ટરોએ 3 જુનિયર ડોકટરને ગાડીમાં બેસાડી ભાવનગરના વિવિધ વિસ્તારમાં ફેરવી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. ત્યારબાદ ગાડીમાંથી બહાર કાઢીને ટોટલ 8 અલગ અલગ લોકોએ અમારી સાથે મારપીટ કરી હતી.અને એ લોકો સતત ગાંજાનું અને સીગારેટનું સેવન કરતા હતા. અમને પણ ગાંજા અને સિગરેટનું સેવન કરવા માટે ફોર્સ કરતા હતા.
આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો જે આપણે જાહેરમાં બોલી પણ ના શકીએ એવી સતત ગાળો આપી છે. અને અમારૂ શારીરીક અને માનસિક શોષણ કર્યું છે. વિદ્યાર્થીઓની હાલત ખરાબ થતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કોણ છે આ શૈતાન’ સિનિયર્સ
ભાવનગરની મેડિકલ કોલેજમાં અપહરણ અને રેગિંગની ઘટનામાં નિલમબાગ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં રેગિંગ અને અપહરણ કરનાર સિનિયર્સેના નામનો ખુલાસો થયો છે. જેમાં રેગિંગના આરોપીઓમાં ડૉ. મિલન કાક્લોતર, ડૉ. નરેશ ચૌધરી, ડૉ. મન પટેલ, ડૉ. પિયૂષ ચૌહાણ, ડૉ. બલભદ્રસિંહ ગોહિલ, જે.ડી અને કાનો નામના બે અજાણ્યા ઈસમો પણ અપહરણ અને રેગિંગ કરવામાં હતા.