AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAVNAGAR : કોરોના વેક્સિન લેવામાં ઉદાસીનતા, નાના જિલ્લાઓ કરતા પણ ભાવનગર સહીત 4 મહાનગરો રસીકરણમાં પાછળ

રાજ્યમાં ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાઓમાં આદિવાસી જિલ્લાઓ કરતાં પણ ઓછું રસીકરણ થયુ હોવાના આંકડા સામે આવી રહ્યા છે.

BHAVNAGAR : કોરોના વેક્સિન લેવામાં ઉદાસીનતા, નાના જિલ્લાઓ કરતા પણ ભાવનગર સહીત 4 મહાનગરો રસીકરણમાં પાછળ
4 metros including Bhavnagar lag behind in vaccination than smaller districts
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:32 PM
Share

BHAVNAGAR : સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે લડાઇ લડી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વેક્સિન એ જ ઉપાય હોય તેમ માની અથાક પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાની બીજી લહેર બાદ વધુમાં વધુ લોકો વેક્સિન લે તેવા પ્રયત્નો કરી રહી છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની રસી અંગે સમયાંતરે આંકડા જાહેર કરીને સરકાર જશ લઈ રહી છે. પરંતુ રાજ્યની આઠ પૈકી ચાર મહાનગરપાલિકાઓ એવી છે જેના કારણે સરકારે નીચા જોયા જેવું થયું છે.

4 મહાનગરો રસીકરણમાં પાછળ રાજ્યમાં ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાઓમાં આદિવાસી જિલ્લાઓ કરતાં પણ ઓછું રસીકરણ થયુ હોવાના આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગરની જો વાત કરીએ તો મનપાની ઉદાસીનતા અને લોકોમાં વેક્સિનને લઇને ઉદાસીનતાનું પણ આ પરિણામ ગણાવી શકાય. આદિવાસી જિલ્લાઓનું પણ ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ કરતા વધારે રસીકરણ થયેલ છે. જે ભાવનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ માટે નીચા જોયા જેવું છે.

રસીકરણના પ્રચારમાં નેતાઓની પણ ઉદાસીનતા કોરોનાની બીજી લહેર દરમિયાન ભાવનગરની સ્થિતિ બહુજ ખરાબ ઉભી થવા પામેલ હતી. ભાવનગરના રાજકીય નેતાઓ કોરોનાની આ બીજી લહેરમાં લોકોને આટલા ખરાબ સમયમાં સવલત આપવામાં વામનણા પુરવાર થયા હતા. ભાવનગરના લોકોને કોરોના સામે બચાવવા હવે વેક્સિન એ એક જ ઉપાય છે ત્યારે આ નેતાઓ જેટલી મત મેળવવા મેહનત કરે છે તેટલી લોકોને કોરોનાથી બચાવવા વેક્સિન માટે મેહનત કરી રહ્યા નથી.

શહેરી વિસ્તારોમાં લોકો જાગૃત હોવાથી ત્યાં રસીકરણ વધુ થતું હોય છે. પરંતુ રાજ્યની ચાર મહાનગરપાલિકાઓ ગાંધીનગર જૂનાગઢ ભાવનગર અને જામનગર એ આ માન્યતાને ખોટી પાડી છે. આ ચાર મનપાના અધિકારીઓની અણઆવડત કહો કે સ્થાનિક નેતાગીરી ની નિષ્ક્રિયતા કહો, કારણકે રસીકરણના આઠ માસ થવા છતાં આ ચારેય મહાનગરપાલિકામાં રસીકરણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે.

શું કહે છે કોવીડ પોર્ટલ પરના આંકડાઓ કોવિડ પોર્ટલ મુજબ બંને ડોઝનો આંકડો જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં 2,86,205, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 4,50,196, ભાવનગરમાં 5,00,660, અને જામનગરમાં 5,05,946 રસીના ડોઝ અપાયા છે. જેની સામે આદિવાસી જિલ્લાઓના આંકડા જોઈએ તો દાહોદ જિલ્લામાં 13,26,313, પંચમહાલ જિલ્લામાં 10,66,202, અરવલ્લી જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં 6,72,019, તાપી જિલ્લામાં 5,10,503 અને નર્મદા જિલ્લામાં 4,75,950 ડોઝ અપાયા છે.

ઓછું રસીકરણ થવા પાછળ કોણ જવાબદાર ? રસીકરણ ઓછુ થવા પાછળ અધિકારીઓની ઢીલી કામગીરી સાથે સાથે ભાવનગર શહેરના લોકોની વેક્સિન લેવા માટે ઉદાસીનતા પણ એટલીજ જવાબદાર છે. બીજી લહેરમાં કોરોનાને કારણે મોતનું તાંડવ જોયા છતાં હજુ લોકો પોતાને કોરોના સામે બચાવવા સમયસર વેક્સિન લઈ રહ્યા નથી તે પણ એક બહુ મોટું કારણ છે. ત્યારે વિપક્ષ ભાજપ પર ઓછું વેક્સિનેશન થવા ને લઇને આક્ષેપો કરી જણાવેલ છે કે ભાજપ બિનજરૂરી તાયફા બંધ કરી અધિકારીઓ કર્મચારીઓને રસીકરણનું કામ કરવા દે અને લોકોને પણ અપીલ કરી હતી કે લોકો બેજવાબદારી છોડી વેક્સિન લે.

આ પણ વાંચો : DAKOR : રણછોડરાયજી મંદિરે નંદમહોત્સવ રદ્દ કરવામાં આવ્યો, કોરોનાને કારણે ઉજવણી રદ્દ કરાઈ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">