અમદાવાદના 37 તળાવને 3. 70 કરોડના ખર્ચે સાફ કરાશે, શહેરની સુંદરતા થશે વધારો

|

Oct 09, 2021 | 1:59 PM

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ સહિત કુલ 37 જેટલાં તળાવની અંદાજિત રૂ. 3.60 કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે. જેમાં મહિનામાં એક વખત તળાવની સફાઈ કરવાની રહેશે.

અમદાવાદના 37 તળાવને 3. 70 કરોડના ખર્ચે સાફ કરાશે, શહેરની સુંદરતા થશે વધારો
37 lakes in Ahmedabad will be cleaned at a cost of Rs 3.70 crore, the beauty of the city will b e enhanced ( File Photo)

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC)શહેરના 37 તળાવોની સાફ સફાઇ કરીને શહેરની  સુંદરતામાં(Beutification) વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હાલ અમદાવાદ (Ahmedabad)શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકી અને આસપાસ ગેરકાયદે વસવાટના પ્રશ્નો પણ વ્યાપક છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 37 તળાવોને સફાઇ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જયારે

જેમાં શહેરના ચંડોળા તળાવ સહિત અલગ અલગ ઝોનના કુલ 37 જેટલાં તળાવની અંદાજિત રૂ. 3.60 કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે. જેમાં મહિનામાં એક વખત તળાવની સફાઈ કરવાની રહેશે. તળાવમાં કચરો જમા ન થાય એનું દરરોજ ધ્યાન રાખવાની પણ કોન્ટ્રેક્ટરની જવાબદારી રહેશે.

આ મામલે હેલ્થ કમિટીના ચેરમેને એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે તળાવોની સફાઈ માટે નવાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. નવા ટેન્ડરની પ્રક્રિયા થાય એ માટે સમય લાગે એમ હોવાથી ત્રણ મહિના અથવા નવા કોન્ટ્રેકટ અપાય ત્યાં સુધી તળાવોની સફાઈ માટે જૂની બે એજન્સીને કોન્ટ્રેક્ટ આપેલો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમદાવાદ શહેરના જુદા જુદા ઝોનમાં આવેલાં તળાવોમાં તરતો કચરો, લીલ, વેલ, ઘાસ અને તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન જોવા મળ્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓ તળાવોની સફાઈ તરફ ધ્યાન જ આપતા ન હતા, જેની ફરિયાદ ઊઠતાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા શહેરના વિકાસને લઇ અમદાવાદમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ત્યારે શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની સૂચના આપી હતી, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના બે વર્ષ માટે તળાવોની સફાઈ કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખાલી ચંડોળા તળાવની સફાઈ પાછળ રૂ. 24 લાખ ખર્ચવામાં આવશે. સૌથી વધુ રૂ. 1 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં આવતાં 10 તળાવની સફાઈ થશે, જેમાં માત્ર લાંભા વોર્ડમાં જ 6 તળાવ આવેલાં છે.

ત્યાર બાદ મહિનામાં સફાઈ માટે જરૂરી પ્લાનિંગ કરી અને તરતો કચરો, લીલ, વેલ, ઘાસ દૂર કરવાનાં રહેશે. તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન ન થાય એ માટે દરરોજ ચેક કરવાનું રહેશે. કચરાનો નિકાલ રેફ્યુજ સ્ટેશન અથવા નિયત જગ્યાએ ન થાય અથવા તળાવની શરતો મુજબ સફાઇ કરવામાં નહિ આવે તો કોન્ટ્રાકટરને પેનલ્ટી ભરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.તેમજ સફાઇ દરમ્યાન મજૂરોને કાયદા મુજબ જરૂરી સલામતીનાં સાધનો પણ પૂરાં પાડવાનાં રહેશે.

ઉલ્લેખનીય છે કે, ઓકટોબર માસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ અને અધિકારીઓને સૂચના આપી હતી.

આ પણ વાંચો : કચ્છના નખત્રાણાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું, બે મહિના સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી ચાર દિવસ આ વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Next Article