કચ્છના નખત્રાણાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું, બે મહિના સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

આ પુલ બંધ થતા ઉદ્યોગોને મોટો ફટકો પડશે અને લિગ્નાઇટ ટ્રકોને નલિયા થઇને પરિવહન કરવુ પડશે જ્યારે અન્ય ઉદ્યોગને લોરીયા થઇ ભુજ આવવુ પડશે જેનાથી લાંબો ફેરો પડશે માર્ગ 2 મહિના માટે બંધ રહેશે.

કચ્છના નખત્રાણાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું, બે મહિના સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
gap in the slab on the Mathal Major Bridge at Nakhtrana in Kutch Ban on heavy vehicles for two months
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Oct 09, 2021 | 10:16 AM

કચ્છના (Kutch)નખત્રાણા તાલુકામાં(Nakhtrana)માર્ગ અને મકાન વિભાગ, રાજય, કચ્છ-ભુજ હસ્તકના મથલ મેજર બ્રીજ(Mathal Major Bridge)પર ડાબી બાજુએ સ્લેબમાં ગાબડુ પડ્યુ છે.

તેમજ કોઇ અણબનાવ ન સર્જાય તે માટે આ મેજર બ્રીજની મરામતની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુઘી આ મેજર બ્રીજ પરથી અતિ ભારે વાહનો જેવા કે મીઠાના અતિભારે વાહનો, પવનચક્કીના અતિભારે વાહનો તથા અન્ય તમામ લોડીંગ કોમર્શીયલ ભારે વાહનો પસાર ન થાય તે બાબતે પ્રતિબંઘ ફરમાવવામા આવ્યો છે .

તેની અવેજીમાં અન્ય રસ્તાઓ પર ભારે વાહનોને ડાયવર્ડ કરવા હુકમ કરાયો છે કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજા દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ, રાજય કચ્છ-ભુજના હસ્તકના મથલ મેજર બ્રીજ ઉપરથી ભારે વાહનોને પસાર થવા ઉપર તારીખ ૩૧/૧૨/૨૦૨૧ સુઘી પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેની અવેજીમાં અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરેલ છે.

વૈકલ્પિક રસ્તાની વિગત :-

લખપત તાલુકાના ભારે/અતિ ભારે વાહનો જેવા કે લીફરી ખાણ, ઉમરસર ખાણ તેમજ પાન્ઘ્રો ખાણ તેમજ અન્ય     ખાણમાંથી આવતા ભારે વાહનોને ભુજ જવા માટે માતાના મઢ-બરંદા-વાયોર-નલીયા-દેશલપર-ભુજ થઇ આવ-જા કરી શકશે. –હાજીપીરના તમામ મીઠાના વાહનો તેમજ અન્ય ભારે/અતિભારે વાહનો હાજીપીર-ભીટારા-ઘોરડો-ભીરંડીયારા-લોરીયા-ભુજ થઇ આવ-જા કરી શકશે. –નખત્રાણા થી માતાના મઢ તેમજ દયાપર માટે એસ.ટી. બસો તથા લકઝરી બસો/વાહનો કોટડા (જડોદર)-કાદીયા નાના-ટોડીયા-ઉગેડી-માતાના મઢ રસ્તે આવ-જા કરી શકશે.

આ હુકમની અંદર ભારે માલવાહક વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ થાય છે. આ હુકમ અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, દ્વીચર્ક્રી વાહનો, કાર તથા અન્ય નાના વાહનો રાબેતા મુજબ પસાર થઇ શકશે.

આ પુલ બંધ થતા ઉદ્યોગોને મોટો ફટકો પડશે અને લિગ્નાઇટ ટ્રકોને નલિયા થઇને પરિવહન કરવુ પડશે જ્યારે અન્ય ઉદ્યોગને લોરીયા થઇ ભુજ આવવુ પડશે જેનાથી લાંબો ફેરો પડશે માર્ગ 2 મહિના માટે બંધ રહેશે.

આ પણ વાંચો : પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરીમાં મેઇડ ઇન ઈન્ડિયા મશીનોનો ઉપયોગ કરાયો 

આ પણ વાંચો : સોમનાથમાં બનશે અદ્યતન ભાજપ કાર્યાલય, સી.આર.પાટીલ રવિવારે ખાતમુહૂર્ત કરશે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">